Gyanvapi Masjid: જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર નિર્ણય પહેલાં કોર્ટ સંકુલ છાવણીમાં ફેરવાયું, 2000 થી વધુ સુરક્ષાકર્મી તૈનાત

|

Sep 12, 2022 | 1:00 PM

વારાણસી (Varanasi) પોલીસ કમિશનર એ. સતીશ ગણેશે જણાવ્યું કે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સમગ્ર શહેરને સેક્ટરોમાં વહેંચીને તમામ સેક્ટરોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Gyanvapi Masjid: જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર નિર્ણય પહેલાં કોર્ટ સંકુલ છાવણીમાં ફેરવાયું, 2000 થી વધુ સુરક્ષાકર્મી તૈનાત
Varanasi Court

Follow us on

યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) વિવાદમાં તમામની નજર કોર્ટના ચુકાદા પર છે. આ કેસ સુનાવણી લાયક છે કે નહીં, કોર્ટ (Court) આજે પોતાનો ચુકાદો આપશે. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણાએ 24 ઓગસ્ટના રોજ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. આજે જ્ઞાનવાપી કેસમાં સુનાવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અંગે એએસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે કોર્ટ પરિસરમાં કોઈ અવ્યવસ્થિત પ્રવૃત્તિ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં 2000 થી સુરક્ષાકર્મી તૈનાત છે.

વારાણસી પોલીસ કમિશનર એ. સતીશ ગણેશે જણાવ્યું કે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સમગ્ર શહેરને સેક્ટરોમાં વહેંચીને તમામ સેક્ટરોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. હોટલ, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

જ્ઞાનવાપીનું વિડીયોગ્રાફી સર્વે

વારાણસીના જિલ્લા ન્યાયાધીશ એ.કે. વિશ્વેશની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ સુનાવણી યોગ્ય છે કે કેમ તે અંગે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ, દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની ચાર મહિલા રહેવાસીઓએ ગયા વર્ષે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત હિંદુ દેવી-દેવતાઓની દૈનિક પૂજા માટેના આદેશની માંગણી કરી હતી. તેમના આદેશ પર, જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

પરિસરમાં શિવલિંગ મળવાનો દાવો

જો કે, મુસ્લિમ પક્ષે આ સર્વેક્ષણને પૂજા અધિનિયમ 1991નું ઉલ્લંઘન ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જ કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્ઞાનવાપી સર્વેનો અહેવાલ 19 મેના રોજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિન્દુ પક્ષે મસ્જિદના વજુ ખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો.

Published On - 1:00 pm, Mon, 12 September 22

Next Article