દેશની આ સ્કુલમાં બાળકો પાસેથી ફી નહી પણ લેવામાં આવે છે પ્લાસ્ટિકનો કચરો

|

May 08, 2019 | 6:21 AM

અસમની રાજધાની ગુવાહાટીમાં એક એવી સ્કુલ છે, જ્યાં ફી તરીકે બાળકો પાસેથી પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે. સ્કુલમાં આર્થિક રીતે નબળા 100થી વધારે બાળકો ભણે છે. સ્કુલ બાળકો અને ત્યાંના લોકોને પ્લાસ્ટિકથી થતાં નુકસાનથી જાગૃત કરે છે. ‘અક્ષર’ સ્કુલને 2016માં પરમિતા શર્મા અને માજિન મુખ્તરે શરૂ કરી હતી. આર્થિક રીતે નબળા 100થી વધારે બાળકો અભ્યાસ […]

દેશની આ સ્કુલમાં બાળકો પાસેથી ફી નહી પણ લેવામાં આવે છે પ્લાસ્ટિકનો કચરો

Follow us on

અસમની રાજધાની ગુવાહાટીમાં એક એવી સ્કુલ છે, જ્યાં ફી તરીકે બાળકો પાસેથી પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે. સ્કુલમાં આર્થિક રીતે નબળા 100થી વધારે બાળકો ભણે છે.

સ્કુલ બાળકો અને ત્યાંના લોકોને પ્લાસ્ટિકથી થતાં નુકસાનથી જાગૃત કરે છે. ‘અક્ષર’ સ્કુલને 2016માં પરમિતા શર્મા અને માજિન મુખ્તરે શરૂ કરી હતી. આર્થિક રીતે નબળા 100થી વધારે બાળકો અભ્યાસ આ સ્કુલમાં કરે છે. તેમની પાસેથી દર અઠવાડિયે ફી તરીકે પ્લાસ્ટિકના જુની અને ખરાબ થઈ ગયેલી 10થી 20 વસ્તુઓ મંગાવવામાં આવે છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

પરમિતા ટાટા સમાજિક વિજ્ઞાન સંસ્થાના ગુવાહાટી સેન્ટરથી માસ્ટર્સ કરે છે. તેમને કહ્યું કે અમારી સ્કુલ ઘણી અલગ છે. ખાસ કરીને ગરીબ બાળકો માટે શરૂ કરવામાં આવી છે. સ્કુલમાં ગણિત, વિજ્ઞાન, ભૂગોળની સાથે વ્યવસાયિક કૌશલ્યની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

માજિન ન્યૂયોર્કમાં રહેતા હતા. તે અહિં સ્કુલ ખોલવાની યોજના લઈને આવ્યા હતા. તેમને ઘણા સમય સુધી લખીમપુરમાં બીજી સ્કુલ માટે કામ કર્યુ. ત્યારબાદ પરમિતા સાથે મળીને તેમને ગુવાહાટીના પામોહીમાં ‘અક્ષર’ સ્કુલની શરૂઆત કરી. પરમિતા અસમથી છે. બંને લોકો શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા માંગતા હતા. બંનેએ 2018માં લગ્ન કર્યા.

આ પણ વાંચો: દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મેગા રેલી, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કરશે રોડ શો

પરમિતાએ કહ્યું કે અમે જોયું કે લોકો અહીં પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરે છે. પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે નુકસાનકારક છે. બાળકોએ સ્કુલના પરિસરમાં પ્લાસ્ટિકથી ઈંટો બનાવી છે અને આ ઈંટનો ઉપયોગ સ્કુલમાં બાથરૂમ બનાવવા માટે અને રસ્તો બનાવવા માટે કરવામાં આવે છે.

માજિનને જણાવ્યું કે અમે મોટા બાળકોને નાના બાળકોને ભણાવવા માટે પ્રેરિત કરીએ છીએ. ‘અક્ષર’માં અમે સૌપ્રથમ વસ્તુ શિખવાડીએ છીએ સારા શિક્ષક બનવું. સ્કુલમાં સિંગિંગ, ડાન્સીગ, ગાર્ડનિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને રિસાઈક્લિંગના કોર્સ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article