મનીષ સિસોદિયા સામેના માનહાનિ કેસને રદ્દ કરવાનો ગુવાહાટી હાઈકોર્ટનો ઈન્કાર, આસામના સીએમ હિમંતા બિસ્વાએ કર્યો છે કેસ

તેવામાં ગુવાહાટી હાઈકોર્ટે તેમના વિરુદ્ધ થયેલા માનહાનિના કેસને રદ્દ કરવાનો ઈનકાર કર્યો છે. આ માનહાનિનો કેસ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા દ્વારા કરવામાં આવ્યો હતો.

મનીષ સિસોદિયા સામેના માનહાનિ કેસને રદ્દ કરવાનો ગુવાહાટી હાઈકોર્ટનો ઈન્કાર, આસામના સીએમ હિમંતા બિસ્વાએ કર્યો છે કેસ
Manish Sisodia defamation case
Image Credit source: file photo
| Edited By: | Updated on: Nov 08, 2022 | 5:20 PM

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેમના નિવેદનોને કારણે તેઓ એક પછી એક સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છે. હાલમાં જ તેમના પર ED અને CBI દ્વારા તપાસ થઈ રહી છે. તેવામાં ગુવાહાટી હાઈકોર્ટે તેમના વિરુદ્ધ થયેલા માનહાનિના કેસને રદ્દ કરવાનો ઈનકાર કર્યો છે. આ માનહાનિનો કેસ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા દ્વારા કરવામાં આવ્યો હતો. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના વિરુદ્ધમાં હિમંતા બિસ્વા એ તેમના પર માનહાનિનો કેસ કર્યો હતો.

મનીષ સિસોદિયા એ આ માનહાનિનો કેસ રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી. જેને ગુવાહાટી હાઈકોર્ટે રદ્દ કરી છે. જસ્ટિસ કલ્યાણ રાય સુરાણાની પીઠ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, અરજી કરનાર ભારતીય દંડ સંહિતાની ધારા 499/500 અનુસાર આ કેસ કે કાર્યવાહી રદ્દ કરવા માટે કોઈ તર્ક સક્ષમ નથી. આ કેસ હાલમાં કોર્ટમાં પેંડિગ છે. તેથી આ અરજી નિષ્ફળ જાય છે. તેથી આ માનહાનિ કેસ રદ્દ કરવાની અરજી ફગાવવામાં આવી છે.

શું છે આ સમગ્ર મામલો ?

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ 4 જૂન, 2022ના રોજ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ કથિત રીતે બદનક્ષીભર્યું નિવેદન આપ્યુ હતુ, જેમાં તેમની પત્નીની કંપનીને PPE કિટ ખરીદવા માટે સરકારી કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. સરમા તે સમયે રાજ્યના આરોગ્ય મંત્રી હતા. તેમના દ્વારા વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે અન્ય લોકો પાસેથી કિટ દીઠ રૂ. 600 ખરીદવામાં આવ્યા હતા, ત્યારે આવી કીટ મુખ્યમંત્રીના પત્નીની કંપની પાસેથી રૂ. 990 પ્રતિ PPE કીટના ભાવે ખરીદવામાં આવી હતી.

ત્યારબાદ આસામના મુખ્યમંત્રી સરમા દ્વારા કોર્ટમાં ફરિયાદ અરજી દાખલ કરવામાં આવી હતી. તેમા આરોપ છે કે, સિસોદિયાએ નવી દિલ્હીમાં સંબોધિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અપમાનજનક નિવેદનો કરીને તેમને બદનામ કર્યા હતા. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, કામરૂપ (એમ), ગુવાહાટીની કોર્ટે સરમાના નિવેદનને ધ્યાનમાં લીધા પછી અને CrPC ની કલમ 202 હેઠળ 2 (બે) સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં લીધા પછી, CrPC ની કલમ 499/500 હેઠળ કેસ ચલાવવામાં આવી રહ્યો છે.