ગુડ્ડુ મુસ્લિમ ક્યાં છે? હત્યા પહેલા અશરફે લીધું હતું નામ, UP ATF અલગ-અલગ રાજ્યમાં પાડી રહી છે દરોડા

24 ફેબ્રુઆરીએ રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં ગુડ્ડુનું નામ સામે આવ્યું હતું. આ સાથે જ આ હત્યા કેસમાં અતીકની પત્ની શાઇસ્તાનું નામ પણ સામે આવ્યું છે. જોકે ઘટના બાદથી તે ફરાર છે.

ગુડ્ડુ મુસ્લિમ ક્યાં છે? હત્યા પહેલા અશરફે લીધું હતું નામ, UP ATF અલગ-અલગ રાજ્યમાં પાડી રહી છે દરોડા
Guddu Muslim
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:05 PM

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. હત્યા પહેલા આતિકના ભાઈ અશરફે એક નામ જણાવ્યું હતું, તે નામ ગુડ્ડુ મુસ્લિમ હતું. અશરફ ગુડ્ડુ વિશે શું કહેવા માંગતો હતો, તે હજુ પણ પોલીસ માટે પહેલી છે. ગુડ્ડુ હજુ પોલીસની પકડમાંથી બહાર છે. તેની ધરપકડને લઈને યુપી એસટીએફ અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.

ગુડ્ડુ મુસ્લિમ અતીકની ગેંગનો સૌથી વિશ્વાસુ સભ્ય

ગુડ્ડુ મુસ્લિમ એ વ્યક્તિ છે જેણે માફિયા અતીક અને અશરફનું નેટવર્ક સંભાળ્યું હતું. ગુડ્ડુ મુસ્લિમ અતીકની ગેંગનો સૌથી વિશ્વાસુ સભ્યોમાંનો એક હતો. ગઈકાલે રાત્રે એવા અહેવાલો આવ્યા હતા કે ગુડ્ડુ મુસ્લિમ મહારાષ્ટ્રના નાસિકમાં છુપાયો છે. આ પછી પોલીસ નાસિક પણ ગઈ હતી. પરંતુ, સ્પષ્ટતા આપતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આ વાત સંપૂર્ણપણે પાયાવિહોણી છે. પોલીસ અન્ય એક કેસમાં નાસિક ગઈ હતી.

કુખ્યાત માફિયા ડોન ધનંજય સિંહ માટે ગુડ્ડુ મુસ્લિમે કર્યો પહેલો ગુનો

ગુડ્ડુ પ્રયાગરાજનો જ રહેવાસી છે. કુખ્યાત માફિયા ડોન ધનંજય સિંહ માટે ગુડ્ડુ મુસ્લિમે પહેલો ગુનો કર્યો હતો. વર્ષ 1990માં, ગુડ્ડુએ શાળાના છાત્રાલયની અંદર ઘૂસીને શિક્ષક પર ગોળીઓ ચલાવી હતી. ગોળી ગુડ્ડુ દ્વારા ચલાવવામાં આવી હતી, પરંતુ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ઘટના પાછળ ધનંજય સિંહ મુખ્ય સૂત્રધાર હતો.

આ પણ વાંચો : Atiq Ahmed Murder: અતીક-અશરફની હત્યા કોના કહેવા પર થઈ હતી ? ATSએ 17 કલાક સુધી 3 શૂટર્સને પૂછ્યા 22 પ્રશ્નો

24 ફેબ્રુઆરીએ રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં ગુડ્ડુનું નામ સામે આવ્યું હતું. આ સાથે જ આ હત્યા કેસમાં અતીકની પત્ની શાઇસ્તાનું નામ પણ સામે આવ્યું છે. જોકે ઘટના બાદથી તે ફરાર છે. આ દરમિયાન તેના પતિ અતીકને ત્રણ બદમાશોએ ગોળી મારી દીધી હતી. જણાવી દઈએ કે અતીક અને અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવી હતી. મીડિયાકર્મીઓ અતીકને પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે બદમાશોએ બંને પર ગોળીબાર કર્યો.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 12:05 pm, Mon, 17 April 23