GST Council Meeting : 43મી GST કાઉન્સિલ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા

|

May 28, 2021 | 10:27 PM

43મી GST Council Meeting માં તબીબી સાધનો પર GST ઘટાડવા અંગેની ચર્ચા કરવામાં આવી છે.

GST Council Meeting : 43મી GST કાઉન્સિલ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા
FM Nirmala Sitharaman in 43rd GST Council Meeting

Follow us on

GST Council Meeting : લગભગ 7 મહિના બાદ 28 મે શુક્રવારના દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 43 મી બેઠક મળી હતી. કોરોનાને કારણે જીએસટી કાઉન્સિલની બેઠક વારંવાર ટાળી દેવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાથી રાજ્યોની અર્થવ્યવસ્થા પર થતી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષની જીએસટી કાઉન્સિલની પહેલી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા છે.

1. રાહત સામગ્રીની આયાતમાં 31 ઓગસ્ટ સુધી છૂટ
43મી GST Council Meetingમાં નિર્મલા સીતારામણે કોવિડને લગતી રાહત સામગ્રીની આયાતમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સીલે કોવીડ સંબંધિત સપ્લાયને 31 ઓગસ્ટ સુધી IGST માંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી IGST માંથી મુક્તિ ફક્ત ત્યારે જ મળતી હતી જ્યારે મફતમાં આયાત કરવામાં આવે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

2.Amphotericin B ને પણ IGST માં છૂટ અપાઈ
દેશમાં બ્લેક ફંગસ એટલે કે Mucormycosis ના કેસો વધતા કેન્દ્ર સરકારે આ મહામારીના ઉપચારમાં મહત્વના ઇન્જેક્શન Amphotericin B ને પણ IGST માં છૂટ આપી છે.

3.રાજ્યોને GST વળતર પેટે 1.58 લાખ કરોડ રૂપિયા મળશે
43મી GST Council Meeting માં નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટી વળતર પેટે રૂ.1.58 લાખ કરોડ આપશે.

4. તબીબી સાધનો પર GST ઘટાડાનો નિર્ણય 8 જૂને આવશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 43મી GST Council Meeting માં તબીબી સાધનો પર GST ઘટાડવા અંગેની ચર્ચા કરવામાં આવી છે. આ અંગે ફીટમેટ પેનલે કાઉન્સિલમાં સૂચનો રજૂ કર્યા હતા. ગ્રુપ ઓફ મિનિસ્ટર (GOM) આના પર વિચાર કરશે અને આગામી 10 દિવસ એટલે કે 8 જૂન સુધીમાં રીપોર્ટ તૈયાર કરીને આપશે.

5. વાર્ષિક રીટર્ન ફાઇલિંગ વૈકલ્પિક રહેશે
ટેક્સ અંગે નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્ન ફાઇલિંગ વૈકલ્પિક રહેશે.2 કરોડથી ઓછા ટર્નઓવરવાળા નાના કરદાતાઓ માટે તે વૈકલ્પિક રહેશે. તેમણે એમ પણ કહ્યું કે 2020-21 માટેના કર સમાધાનનું નિવેદન ફક્ત તે કરદાતાઓને આપવું પડશે, જેમનું ટર્નઓવર 5 કરોડ અથવા તેથી વધુ છે.

6. GST કરદાતાઓને લેટ ફીમાં રાહત મળશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 43મી GST Council Meeting માં લેવામાં આવેલા આ નિર્ણયથી નાના કરદાતાઓનો ભાર ઓછો થશે. કરદાતાઓને રાહત આપવા માટે માફી યોજના (amnesty scheme) ચાલુ રહેશે, કરદાતાઓને લેટ ફીમાં રાહત મળશે. આનાથી લગભગ 89% જીએસટી કરદાતાઓને રાહત મળશે.

 

Next Article