Mi-17V5 હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન માટે રવાના થયું હતું અને તેમાં ક્રૂ મેમ્બર સહિત 14 લોકો હતા. ભારતીય સેનાએ 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં માત્ર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી ગયા હતા. અકસ્માત બાદ વરુણસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને તાત્કાલિક વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વરુણસિંહની બુધવારે સર્જરી કરાઇ
કેપ્ટન સિંહના કાકા અને કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહે જણાવ્યું કે બુધવારે રાત્રે તેમની (એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ)ની થોડી સર્જરી થઈ હતી, ત્યારબાદ તેમને આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે આગામી 48 કલાક તેમના માટે નિર્ણાયક છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ આ અકસ્માતમાં બચી ગયા છે અને તેમની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સ્વતંત્રતા દિવસે ‘શૌર્ય ચક્ર’થી સન્માનિત કરાયા હતા
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર ‘શૌર્ય ચક્ર’ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ સન્માન 2020માં તેમના તેજસ ફાઈટર એરક્રાફ્ટને ઈમરજન્સી દરમિયાન બચાવવા બદલ આપવામાં આવ્યું હતું.
તે જ સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુના સંદર્ભમાં લોકસભામાં જણાવ્યું હતું કે એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ત્રણેય સેનાની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.
દેશભરમાં તેમના સ્વાસ્થ્ય માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ GANDHINAGAR : પૂર્વ મેયર રીટા પટેલના પતિ પર ગેરકાયદે બાંધકામનો આરોપ, હાઇકોર્ટની તપાસ કમિટી દ્વારા તપાસ
આ પણ વાંચોઃ GANDHINAGAR : પૂર્વ મેયર રીટા પટેલના પતિ પર ગેરકાયદે બાંધકામનો આરોપ, હાઇકોર્ટની તપાસ કમિટી દ્વારા તપાસ