જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ફરી એકવાર ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટની ઘટના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાંથી સામે આવી છે. જેમાં સેનાના બે જવાનો શહીદ થયા છે. જે સમયે આ બ્લાસ્ટ થયો તે સમયે LOC નજીક સુરક્ષાદળો ફરજ પર તૈનાત હતા. જમ્મુના પીઆરઓ ડિફેન્સના જણાવ્યા મુજબ ગ્રેનેડ વિસ્ફોટને કારણે અનેક જવાનો પણ ઘાયલ થયા છે. જ્યારે સારવાર દરમિયાન કેપ્ટન અને એક JCO શહીદ થયા છે. આપને જણાવી દઈએ કે પુલવામા (Pulwama)માં હજુ ગાઈકાલે થયેલા આતંકી હુમલામાં CRPFના ASI વિનોદકુમાર શહીદ થયા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકવાદીઓ ફરી બેફામ બની રહ્યા છે અને તેમના ષડયંત્રોમાંથી બાઝ નથી આવી રહ્યા. અવારનવાર આ આતંકીઓ ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા રવિવારે પુલવામા જિલ્લામાંથી આતંકી હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક અધિકારી શહીદ થયા હતા. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ બપોરે 2:15 વાગ્ય આસપાસ, આતંકવાદીઓએ પુલવામાના ગંગુ ચોક વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત ચોકી પર ફાયરિંગ કર્યુ હતુ. તેમના જણાવ્યા પ્રમાણે આ આતંકી હુમલામાં CRPFના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જો કે હોસ્પિટલ પહોંચતા જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
Last night, an accidental grenade blast occurred in Mendhar Sector, Dist Poonch when troops were performing their duties along the Line of Control. The blast resulted in injuries to soldiers. During the treatment one officer & one JCO succumbed to their injuries:PRO Defence Jammu
— ANI (@ANI) July 18, 2022