ઓનલાઈન સટ્ટાબાજી પર સરકાર કડક, ઓટીટી-ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સને આપી ચેતવણી

|

Oct 03, 2022 | 11:19 PM

મંત્રાલયે કહ્યું કે સરકારને એવી જાણકારી મળી હતી કે ટેલિવિઝનની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી સ્પોર્ટસ ચેનલ હાલમાં ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મની સાથે સાથે તેમની સેરોગેટ ન્યૂઝ વેબસાઈટની જાહેરાતો દેખાડી રહી છે.

ઓનલાઈન સટ્ટાબાજી પર સરકાર કડક, ઓટીટી-ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સને આપી ચેતવણી
Symbolic Image
Image Credit source: File Image

Follow us on

કેન્દ્ર સરકારે જાહેરાતોને લઈ એક વાર ફરી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ સમાચાર વેબસાઈટ, ઓટીટી પ્લેટફોર્મ (ott platform) અને પ્રાઈવેટ ટીવી ચેનલને ઓનલાઈન સટ્ટા (Online Betting) કેન્દ્રોની જાહેરાત બતાવવાથી બચવા માટેની સલાહ આપી છે. સૂચના મંત્રાલય દ્વારા જાહેર દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી ટીવી ચેનલોને કડક ચેતવણી આપવામાં આવે છે કે તે ઓનલાઈન સટ્ટા કેન્દ્રોની જાહેરાત બતાવવાથી દુર રહે. મંત્રાલયે એ પણ કહ્યું કે જો દિશાનિર્દેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંબંધિત ચેનલની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂચના મંત્રાલયે ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર ન્યૂઝ પબ્લિશરને એક અલગ દિશાનિર્દેશ જાહેર કરીને કહ્યું છે કે તે આ પ્રકારની જાહેરાત ભારતીય દર્શકોને ના બતાવે.

મંત્રાલયે કહ્યું કે સરકારને એવી જાણકારી મળી હતી કે ટેલિવિઝનની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી સ્પોર્ટસ ચેનલ હાલમાં ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મની સાથે સાથે તેમની સેરોગેટ ન્યૂઝ વેબસાઈટની જાહેરાતો દેખાડી રહી છે. તેના પુરાવા મળ્યા બાદ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેમાં ફેયરપ્લે, પ્રિમેચ, બેટ વે, વુલ્ફ 777 અને 1x બેટ જેવી ડાયરેક્ટ અને સરોગે જાહેરાત સામેલ હતી.

સટ્ટાને પ્રોત્સાહન આપી રહી છે સમાચાર વેબસાઈટ

મંત્રાલયે ગાઈડલાઈનમાં કહ્યું છે કે ઓનલાઈન ઓફશોર બેટિંગ પ્લેટફોર્મ હવે ડિજિટલ મીડિયા પર બેટિંગ પ્લેટફોર્મની જાહેરાત માટે ન્યૂઝ વેબસાઈટોને એક સરોગેટ પ્રોડક્ટસ તરીકે ઉપયોગ કરે છે. આવા કિસ્સાઓમાં, મંત્રાલયે શોધી કાઢ્યું છે કે સરોગેટ ન્યૂઝ વેબસાઇટ્સના લોગો સટ્ટાબાજીના પ્લેટફોર્મ જેવા જ છે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે આ પ્રકારનું સટ્ટાબાજીનું પ્લેટફોર્મ કે ન્યૂઝ વેબસાઈટ ભારતમાં કોઈ કાનૂની સત્તા હેઠળ રજીસ્ટર નથી. આવી વેબસાઇટ્સ સમાચારોની આડમાં સરોગેટ જાહેરાતના રૂપમાં સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપી રહી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે

મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, દેશના મોટાભાગના ભાગોમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર હોવાથી આ સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો તેમજ તેમના ભાડા ગેરકાયદેસર છે. આ એડવાઈઝરીઝ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અને આઈટી નિયમો 2021 હેઠળ જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે આવી જાહેરાતો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. મંત્રાલયે ટીવી ચેનલો, ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ્સને આ પ્રકારની જાહેરાતો અને સરોગેટ પ્રોડક્ટ્સની જાહેરાતોથી દૂર રહેવાની સખત સલાહ આપી છે, જો ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક કાર્યવાહી થઈ શકે છે.

Next Article