તમે તમારો આધારકાર્ડ સરકારી રેકોર્ડમાંથી દૂર કરાવી શકશો પણ થશે મોટું નુકસાન

|

Dec 07, 2018 | 11:00 AM

આધાર અંગે દેશમાં લાંબા સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો છે. જેના અનુસાર આધાર તમામ સેવાઓ માટે ફરજિયાત નથી. જેને ગેરકાયદેસર ગણવવામાં આવી રહ્યું છે. જેના પર આધારકાર્ડ ધારકો પોતાના બાયોમેટ્રિક અને ડેટા પાછા લઈ શકશે. આ અંગેની વિનંતી કરનાર આધારકાર્ડ ધારકોની બાયોમેટ્રિક માહિતી UIDAIનાં સર્વર પરથી […]

તમે તમારો આધારકાર્ડ સરકારી રેકોર્ડમાંથી દૂર કરાવી શકશો પણ થશે મોટું નુકસાન

Follow us on

આધાર અંગે દેશમાં લાંબા સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો છે. જેના અનુસાર આધાર તમામ સેવાઓ માટે ફરજિયાત નથી. જેને ગેરકાયદેસર ગણવવામાં આવી રહ્યું છે. જેના પર આધારકાર્ડ ધારકો પોતાના બાયોમેટ્રિક અને ડેટા પાછા લઈ શકશે. આ અંગેની વિનંતી કરનાર આધારકાર્ડ ધારકોની બાયોમેટ્રિક માહિતી UIDAIનાં સર્વર પરથી દૂર કરાવી શકશે.

આધારકાર્ડ તરફથી એક મુસદ્દો કેબિનેટ નોંધ તૈયાર કરી સમીક્ષા માટે કાયદામંત્રાલયને મોકલી અપાઈ છે. કાયદામંત્રાલયે ભલામણ કરી છે કે આ વિકલ્પ કોઈ એક જૂથને નહીં પરંતુ તમામ નાગરિકોને આપવામાં આવે. આગામી બે મહિનામાં આ પ્રસ્તાવ કેન્દ્રીય પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો : સુરતનો વિશ્વમાં ફરી વાગશે ડંકો, દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં મોખરે

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સુપ્રીમે અગાઉ જ આપ્યો હતો ચુકાદો

સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને માન્ય રાખ્યું હતું પરંતુ આધારએક્ટની ધારા 57 રદ કરી ખાનગી કંપનીઓ દ્વારા વેરિફિકેશન માટે આધાર ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે બેન્કખાતાં અને સીમકાર્ડ સાથે આધાર નંબર જોડવાને પણ ગેરબંધારણીય ઠરાવ્યું હતું, જોકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખપત્ર સહિતના દસ્તાવેજો માટે આધારને માન્ય ગણાવ્યો હતો.

આધારકકાર્ડના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, જે બાળકોનાં આધારકાર્ડ હશે તેઓ 18 વર્ષનાં થયા પછી 6 મહિનામાં નિર્ણય લઈ શકશે કે તેઓ પોતાનો આધાર નંબર પાછો ખેંચવા માગે છે કે કેમ? જોકે UIDAIના આ પ્રસ્તાવનો લાભ એવાં લોકોને જ થશે જેમની પાસે PANકાર્ડ નથી.

શું થશે નુકસાન? 

જે નાગરિક આધાર સ્કીમમાંથી નામ પરત લઈ લેશે તેમને સરકારી યોજનાઓ અને સબસિડીના લાભ નહીં મળે, કારણ કે આ માટે આધાર ફરજિયાત છે. પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજો માટે પણ આધાર ફરજિયાત હોવાથી પાનકાર્ડ ધરાવનાર નાગરિક આધાર નંબર પાછો ખેંચી શકશે નહીં.

[yop_poll id=”150″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article