પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પૂરજોશમાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં જણાવ્યું કે પેટ્રોલ ડિઝલથી સરકારને કેટલી કમાણી થઈ છે. નાણામંત્રી મુજબ છેલ્લા 3 વર્ષ નાણાકીય વર્ષમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સીતારમણે કહ્યું નાણાકીય વર્ષ 2021માં જ સરકારને ટેક્સથી 3.71 લાખ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. સંસદમાં આપેલા એક જવાબમાં કેન્દ્રીય નાણાકીય મંત્રીએ આ વાત કહી.
સંસદમાં ઘણા સાંસદોએ પેટ્રોલ-ડીઝલની મોંઘવારીનો સવાલ ઉઠાવ્યો અને સરકારને પૂછ્યુ કે તેને ઓછુ કરવા માટે શું પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. સાંસદોએ એ પણ પૂછ્યુ કે સરકારને ઈંધણ વેચીને ટેક્સ તરીકે કેટલા રૂપિયાની કમાણી થઈ છે. એક સાંસદે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીથી થયેલી કમાણી વિશે સવાલ પૂછ્યો. તેની પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સરકારને ટેક્સથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે, જ્યારે માત્ર આ નાણાકીય વર્ષમાં 3.71 લાખ કરોડથી વધારેની આવક પ્રાપ્ત થઈ છે.
5 ઓક્ટોબર 2018એ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 19.48 પૈસા હતી, જેને 4 નવેમ્બર 2021એ વધારીને 27.90 રૂપિયા કરી દેવામાં આવી. આ સમયમાં ડીઝલ પર ડ્યુટી 15.33 રૂપિયા વધારીને 21.80 રૂપિયા કરી દેવામાં આવી. નિર્મલા સીતારમણે સંસદમાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી. આ દરમિયાન થોડા સમય માટે પેટ્રોલ પર એક્સાઈઝને ઓછી કરવામાં આવી અને 5 ઓક્ટોબર 2018એ 19.48 રૂપિયાથી ઘટાડી 6 જુલાઈ 2019એ 17.98 રૂપિયા પર આવી ગઈ. આ પ્રકારે ડીઝલ પર એક્સાઈઝને 15.33 રૂપિયાથી ઘટાડી 13.83 રૂપિયા કરવામાં આવી.
2 ફેબ્રુઆરી 2021 સુધી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો જોવા મળ્યો અને પેટ્રોલ અને ડીઝલ પર 32.98 અને 31.83 રૂપિયા નોંધાયુ. આ સમય બાદ ઘટાડો શરૂ થયો અને 4 નવેમ્બર 2021એ પેટ્રોલની એક્સાઈઝ 27.90 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ 21.80 રૂપિયા નોંધાઈ. છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલમાંથી વસૂલવામાં આવેલ સેસ સહિતની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી છે: 2018-19માં 2,10,282 કરોડ રૂપિયા, 2019-20માં 2,19,750 કરોડ રૂપિયા અને 2020-21માં 3,71,908 કરોડ રૂપિયા. નાણામંત્રીએ સંસદમાં આ વાત કહી.
આ પણ વાંચો: Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર
આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશન કોરોનાના લઇને સતર્ક, રેલ્વે અને બસ સ્ટેશન પર પણ ટેસ્ટિંગ શરૂ કર્યું