
કેન્દ્ર સરકારની પીએમ રોજગાર મેળા યોજનામાંથી નોકરી મેળવનારા યુવાનો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 એપ્રિલ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્ર આપશે. આ દરમિયાન, લગભગ 71,000 નવનિયુક્ત ભરતીઓના નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. રોજગાર મેળાના સફળ પ્રયાસોની માહિતી આપતા પીએમ મોદી નોકરી મેળવતા યુવાનોને પણ સંબોધિત કરશે.
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રોજગાર મેળો’ અભિયાન હેઠળ લગભગ 71,000 નવનિયુક્ત ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નિમણૂક પત્રો વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વહેંચવામાં આવ્યા હતા.
Under Rozgar Mela, PM @narendramodi to distribute about 71,000 appointment letters to newly inducted recruits in Government departments and organisations on 13th April
Details: https://t.co/MSoAwYVnuI@PMOIndia @PIB_India @MIB_India pic.twitter.com/tNvaOO4OQB
— PIB in Assam (@PIB_Guwahati) April 11, 2023
સમગ્ર દેશમાંથી નવા પસંદ કરાયેલા યુવાનોને વિવિધ પોસ્ટ્સ જેમ કે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ હેઠળ કામ કરવાની તક મળે છે. આ સિવાય ટેક્સ ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, JE/સુપરવાઇઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચર, લાઇબ્રેરિયન, નર્સ, પ્રોબેશનરી ઓફિસર, PA, MTS જેવી જગ્યાઓ પર નોકરીઓ ઉપલબ્ધ થશે.
ગયા વર્ષે જૂનમાં તેમના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર મોટી સંખ્યામાં નોકરીઓ આપવાની તૈયારી કરી રહી છે. આ મુજબ 1 થી 1.5 વર્ષમાં 10.5 લાખ યુવાનોને નોકરી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર યુવાનોને વિવિધ વિભાગો હેઠળ નોકરીઓ ફાળવશે. નવા ભરતી થયેલા લોકોને પણ ‘કર્મયોગી પ્રરંભ’ દ્વારા પોતાને તાલીમ આપવાની તક મળશે. જણાવી દઈએ કે કર્મયોગી પ્રારંભ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતીઓ માટે એક ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…