PM MODIએ કહ્યું સરકાર નાના ખેડૂતોને સશકત કરવા પ્રતિબદ્ધ, કૃષિ કાયદાઓ અંગે ચર્ચા કરવા સરકાર તૈયાર

|

Oct 03, 2021 | 9:30 PM

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતોનો એક વર્ગ લગભગ 10 મહિનાથી રાજધાની દિલ્હીની વિવિધ સીમાઓ અને દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ કરી રહ્યો છે અને આ કૃષિ કાયદાઓ રદ્દ કરવા અને MSP પર કાયદો ઘડવાની માંગ કરી રહ્યો છે.

PM MODIએ કહ્યું સરકાર નાના ખેડૂતોને સશકત કરવા પ્રતિબદ્ધ, કૃષિ કાયદાઓ અંગે ચર્ચા કરવા સરકાર તૈયાર
government committed to empower small farmers and ready to discuss farm laws said pm modi

Follow us on

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ કહ્યું છે કે અમારી સરકાર નાના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે અમે કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ અત્યાર સુધી કોઈને એવો વિચાર આવ્યો નથી કે તેઓ આ ચોક્કસ ફેરફારો ઈચ્છે છે. એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને ત્રણ નવા કૃષિ કાયદાઓ, ખેડૂતોના સંગઠનો સાથેની વાતચીત અને કાયદાઓ પર રાજનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે.

ઓપન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર શરૂઆતથી જ વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનો સાથે વાતચીત કરવા અને કાયદાઓ સામે વાંધા સાથેઅન મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. આ અંગે ઘણી બેઠકો પણ યોજાઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈ વાંધા સંબંધિત કોઈ ખાસ મુદ્દો લઈને આવ્યું નથી, ન તો તેમણે કહ્યું છે કે તેઓ ખાસ કરીને આ ફેરફાર ઈચ્છે છે.

ખેડૂતોના ફાયદાઓની અવગણના કરી રાજકીય લાભ જોવામાં આવી રહ્યો છે
વિરોધીઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “જો તમે આજે ખેડૂતોના હિતમાં રહેલા કાયદાઓનો વિરોધ કરનારાને જોશો, તો તમને બૌદ્ધિક અપ્રમાણિકતા અને રાજકીય છેતરપિંડીનો વાસ્તવિક અર્થ ખબર પડશે. આ એ જ લોકો છે જેમણે મુખ્યમંત્રીઓને પત્ર લખીને અમારી સરકારે જે કર્યું છે તે કરવાની માંગ કરી છે. આ તે જ લોકો છે જેમણે તેમના મેનિફેસ્ટોમાં સમાન સુધારાઓ કરવાનું વચન આપ્યું હતું જે અમે કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડાપ્રધાન મોદીએ કહ્યું આમ હોવા છતાં, જ્યારે લોકોના આશીર્વાદથી રચાયેલી સરકાર સમાન સુધારાઓ લાગુ કરી રહી છે, ત્યારે તેઓએ યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક અપ્રમાણિકતા દર્શાવી છે. ખેડૂતોને મળતા ફાયદાઓની અવગણના કરીને, તેઓ પોતનો રાજકીય લાભને જોઈ રહ્યા છે.

ખેડૂતો સરકારના દાવાને સ્વીકારવા તૈયાર નથી
કેન્દ્ર સરકાર સતત કહી રહી છે કે ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેનાથી તેમની આવકમાં વધારો થશે. વળી, ખેડૂતો દેશભરમાં પોતાનું ઉત્પાદન વેચવા માટે મુક્ત રહેશે. માત્ર APMC માં જ વેચવાની મજબૂરીનો અંત આવશે. તે જ સમયે, ખેડૂત સંગઠનોએ ત્રણેય નવા કૃષિ કાયદાઓને ‘કાળા કાયદા’ ગણાવ્યા છે.

તેમનું કહેવું છે કે આ કાયદાઓના અમલ બાદ MSP સમાપ્ત થશે અને APMC ને તાળા લાગશે. જો કે, સરકારે આંકડા ટાંકીને કહ્યું છે કે સંસદ દ્વારા કૃષિ કાયદા પસાર થયા બાદ MSP માં સતત વધારો થયો છે. તે જ સમયે, લઘુતમ ટેકાના ભાવ પર કુલ સરકારી ખરીદીમાંથી, 85000 કરોડ માત્ર APMCમાંથી જ ખરીદવામાં આવ્યા છે. જોકે, ખેડૂત સંગઠનો તેમની માંગ પર અડગ છે અને તેઓ MSP પર ગેરંટી માંગે છે.

Next Article