ગોવાના મુખ્યમંત્રી પર્રિકરની સ્થિતિ નાજુક, સંકટમાં ગોવા સરકાર, ભાજપે પણ યોગ્ય વિકલ્પ શોધવાની શરૂ કરી તૈયારી

|

Mar 21, 2019 | 11:02 AM

લોકસભાની ચૂંટણી પહેલાં ગોવા ભાજપની મુશ્કેલી વધી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન મનોહર પરિર્કરની તબિયતમાં સુધાર થઈ રહ્યો નથી. ગોવાના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ શનિવારે કહ્યું હતુંકે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સાજા થવાની પ્રાર્થના કરે છે. પરંતુ તેમની બચવાની સંભાવના નથી. તેમણે કહ્યું કે, ગોવામાં નેતૃત્વ નહીં બદલે. જ્યાં સુધી પર્રિકર છે તેઓ ગોવાના મુખ્યમંત્રી […]

ગોવાના મુખ્યમંત્રી પર્રિકરની સ્થિતિ નાજુક, સંકટમાં ગોવા સરકાર, ભાજપે પણ યોગ્ય વિકલ્પ શોધવાની શરૂ કરી તૈયારી

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાં ગોવા ભાજપની મુશ્કેલી વધી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન મનોહર પરિર્કરની તબિયતમાં સુધાર થઈ રહ્યો નથી. ગોવાના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ શનિવારે કહ્યું હતુંકે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સાજા થવાની પ્રાર્થના કરે છે. પરંતુ તેમની બચવાની સંભાવના નથી. તેમણે કહ્યું કે, ગોવામાં નેતૃત્વ નહીં બદલે. જ્યાં સુધી પર્રિકર છે તેઓ ગોવાના મુખ્યમંત્રી રહેશે.

લોબોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પર્રિકરની તબીયત વધારે ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમનું કહેવું છે કે, તેઓ સાજા થઇ જશે. આ વચ્ચે તેમની જગ્યા કોઇ પણ ધારાસભ્યએ લેવાની માગ પણ કરી નથી.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલાં ગોવામાં ભાજપ માટે સંકટના વાદળ, કોંગ્રેસે રજુ કર્યો સરકાર બનાવવાનો દાવો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પહેલા પર્રિકરના સ્વાસ્થ્યને લઇને સીએમ કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, મીડિયાના કેટલાક રિપોર્ટના સંબંધમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે મુખ્યમંત્રી મનોહર પર્રિકરની હાલત સ્થિર છે. કેટલાક દિવસો પહેલા માઇકલ લોબોએ કહ્યું કે પર્રિકર ખુબ જ બીમાર હતા. હવે તેઓ ભગવાન ભરોસે જીવિત છે.

TV9 Gujarati

આ તરફ શનિવારે જ કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં આવ્યો છે. જેને જોતાં કેન્દ્રીય ભાજપ સમિતિ પણ સક્રિય બની છે અને તેમને પર્રિકરના સ્થાને અન્ય કોઇને મુખ્યમંત્રી બનાવવા માટેનો વિચાર શરૂ તર્યો છે.

અત્રે નોંધનીય છે કે, પર્રિકર લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા છે. જેમને પૈનક્રિયાટિક કેન્સર છે. તેઓને 31 જાન્યુઆરીના દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેઓ સતત ડૉકટરની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે. ફેબ્રુઆરીમાં તેમનું એક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:42 am, Sun, 17 March 19

Next Article