Goa Election: ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે, અરવિંદ કેજરીવાલે ગોવામાં કરી ઘણી મોટી જાહેરાતો

|

Dec 23, 2021 | 6:32 PM

કેજરીવાલે કહ્યું, મેં ગોવા માટે મફત વીજળીની જાહેરાત કરી, બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી. તીર્થયાત્રાની જાહેરાત કરી અને મહિલાઓને એક હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું, જો આ બધો ખર્ચ મિશ્ર કરવામાં આવે તો એક હજાર કરોડ રૂપિયા થશે.

Goa Election: ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે, અરવિંદ કેજરીવાલે ગોવામાં કરી ઘણી મોટી જાહેરાતો
Arvind Kejriwal

Follow us on

આગામી વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022) માટે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તૈયારીઓ કરી લીધી છે. જનતાને રીઝવવાના પ્રયાસોમાં પાર્ટી કોઈ કસર છોડી રહી નથી. રાજકીય પક્ષોમાં એકબીજાથી આગળ રહેવાની સ્પર્ધા ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગોવાની તમામ મહિલાઓ માટે ઘણી ખાસ જાહેરાતો કરી છે.

કેજરીવાલે કહ્યું, જે મહિલાઓને ગૃહ આધાર યોજનાનો લાભ નથી મળતો, તેમના ખાતામાં દર મહિને 1,000 રૂપિયા જમા કરવામાં આવશે. તેમણે કહ્યું, અમારી પાર્ટી ગોવાના વિકાસ માટે એક યોજના તૈયાર કરી રહી છે કે, જ્યારે અમારી સરકાર બનશે તો અમે શું શું કરીશું? અન્ય કોઈ પક્ષને તમારી ચિંતા નથી, તેઓ માત્ર ગોવાને લૂંટવા માટે ચિંતિત છે. AAPના રાષ્ટ્રીય કન્વીનરે વધુમાં કહ્યું કે, જો અમારી સરકાર બનશે તો અમે ગૃહ આધાર યોજનામાં તમને જે 1500 મળી રહ્યા છે તેમાં 1000 નો વધારો કરીશું તેથી 2500 દર મહિને મળશે.

ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયા આપશે
કેજરીવાલે એમ પણ કહ્યું કે, ગૃહ આધાર યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. સાથે જ બજેટ અંગે તેમણે કહ્યું કે, દરેક મહિલાને 1-1 હજાર આપવા માટે 500 કરોડ રૂપિયાની જરૂર છે. ગોવાનું બજેટ (Goa Budget) 22,000 કરોડ રૂપિયા છે. પરંતુ જ્યારે ફ્લાયઓવર બને છે કે રોડ બને છે ત્યારે 22,000 કરોડમાંથી 20 ટકા એટલે કે લગભગ 4,400 કરોડ ભ્રષ્ટાચારમાં જાય છે. અમે આ 4,400 કરોડ બચાવીશું અને તમામ મહિલાઓને 1-1 હજાર રૂપિયા આપીશું.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

રાજકારણીઓને જે મળે છે તે Freebie છે
કેજરીવાલે વધુમાં કહ્યું, મેં ગોવા માટે મફત વીજળીની જાહેરાત કરી, બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી. તીર્થયાત્રાની જાહેરાત કરી અને મહિલાઓને એક હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું, જો આ બધો ખર્ચ મિશ્ર કરવામાં આવે તો એક હજાર કરોડ રૂપિયા થશે. આ સાથે જ તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આ લોકો કહે છે કે કેજરીવાલ મફતમાં આપી રહ્યા છે. અમે આ દેશની હવા બદલી રહ્યા છીએ.

અત્યાર સુધી તમામ નેતાઓને Freebie મળતી હતી, મંત્રીઓને 4,000 હજાર યુનિટ વીજળી મફતમાં મળતી હતી. તો શું જનતાને 300 યુનિટ વીજળી મફત ન મળવી જોઈએ? અમે જનતાને મફત વીજળી આપીએ છીએ, પછી વિપક્ષ કહે છે કે કેજરીવાલ મફતમાં આપી રહ્યા છે.

 

આ પણ વાંચો : 11 મહિના પછી આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે વાતચીત ! બેઠકમાં 5 સભ્યોની સમિતિ લેશે ભાગ

આ પણ વાંચો : નાગાલેન્ડમાં 11 લોકો અને જવાનોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે ?

Published On - 5:11 pm, Sun, 5 December 21

Next Article