GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ

|

Jul 30, 2023 | 10:40 PM

એરલાઇન ગો ફર્સ્ટ એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે.

GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ

Follow us on

એરલાઇન ગો ફર્સ્ટએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન કંપનીએ 3 મેથી ફ્લાઇટ સેવા સ્થગિત કરી દીધી છે.

GoFirst ના રિઝોલ્યુશન પ્રોફેશનલે NCLTની દિલ્હી શાખામાં નવી પિટિશન દાખલ કરી છે જેમાં 3 મે અને ત્યાર પછીની મુસાફરી ટિકિટોની રકમ પરત કરવાની પરવાનગી માંગવામાં આવી છે. મહેન્દ્ર ખંડેલવાલ અને રાહુલ પી ભટનાગરની બનેલી NCLT બેન્ચ સોમવારે અરજી પર સુનાવણી કરશે. જો GoFirstને આ પરવાનગી મળશે તો તે મુસાફરોને મોટી રાહત થશે જેમના પૈસા ફસાયેલા છે.

અહીં, GoFirst એ જાહેરાત કરી છે કે તેમની ફ્લાઇટ્સ 31 જુલાઈ સુધી રદ રહેશે, ઓપરેશનલ અવરોધોને ટાંકીને. રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્થાનિક એરલાઇન કંપનીએ 3 મેથી કામગીરી બંધ કરી દીધી છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

આ પણ વાંચો : મણિપુરથી પરત ફર્યા ‘I.N.D.I.A’ના નેતા, કહ્યું- સાંજ થાય એટ્લે ફાયરિંગ શરૂ થઈ જાય, રાષ્ટ્રપતિ શાસનની માગ

આ પહેલીવાર નથી, જ્યારે GoFirst એ તેના એરક્રાફ્ટની કામગીરી રદ કરી હોય. મે મહિનાની શરૂઆતમાં એરલાઈન કંપનીએ તેના એરક્રાફ્ટની ઉડાન રદ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ કહ્યું હતું કે તેણે 3 મે, 2023થી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ત્યારબાદ કંપનીની તમામ ફ્લાઈટ્સ 2 મહિનાથી વધુ સમયથી સતત બંધ રહી હતી. આ પછી, તેમણે 13 જુલાઈના રોજ ફરીથી માહિતી આપી હતી કે GoFirstની ફ્લાઈટ સેવાઓ 16 જુલાઈ સુધી રદ રહેશે. આ રીતે તમામ GoFirst ફ્લાઇટ્સ સતત 2 મહિના અને 13 દિવસ માટે રદ કરવામાં આવી હતી, જે હજુ પણ ચાલુ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:39 pm, Sun, 30 July 23

Next Article