યુવતીએ મેટ્રો સ્ટેશનની છત પરથી લગાવ્યો કૂદકો, CISF-પોલીસે આ રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો

|

Apr 14, 2022 | 1:12 PM

દિલ્હીના (New Delhi) અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મેટ્રો સ્ટેશન પર ખળભળાટ મચી ગયો હતો, જ્યારે સવારે 7.28 વાગ્યે CISF ક્વિક રિએક્શન ટીમના જવાનોએ એક છોકરીને મેટ્રો સ્ટેશનની દિવાલ પર ચડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી જોઈ

યુવતીએ મેટ્રો સ્ટેશનની છત પરથી લગાવ્યો કૂદકો, CISF-પોલીસે આ રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો
Girl Jumps Off Delhi Metro's Akshardham Station

Follow us on

દિલ્હીના (New Delhi) અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મેટ્રો સ્ટેશન પર ખળભળાટ મચી ગયો હતો, જ્યારે સવારે 7.28 વાગ્યે CISF ક્વિક રિએક્શન ટીમના જવાનોએ એક છોકરીને મેટ્રો સ્ટેશનની દિવાલ પર ચડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી જોઈ. બાદમાં યુવતીએ મેટ્રો સ્ટેશનની દીવાલ પરથી કૂદકો મારી પણ દીધો હતો. પરંતુ CISF-પોલીસની સમજદારીને કારણે તેનો આબાદ બચાવ થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે સીઆઈએસએફ જવાનોએ યુવતીને આત્મહત્યાનો પ્રયાસ કરતી જોઈ તો તેઓ ચિંતામાં મુકાઈ ગયા. આસપાસ હાજર સૈનિકોએ યુવતીને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે, તે દિવાલ પરથી ઉતરી જાય, પરંતુ તે છોકરી કોઈનું સાંભળવા તૈયાર ન હતી.

CISF જવાનોએ આ રીતે બચાવ્યો યુવતીનો જીવ

એક તરફ CISF જવાનો યુવતી સાથે સતત વાતો કરતા રહ્યા બીજી તરફ CISFના જવાનો દિવાલ નીચે ચાદર લઈને પહોંચ્યા જેથી તે કૂદીને નીચે પડી જાય તો ચાદરની મદદથી તેને બચાવી શકાય. તે જ સમયે, ક્વિક રિએક્શન ટીમે સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને પણ બોલાવી લીધી હતી.

જવાનોની ચપળતાથી બચી ગયો જીવ

CISFના જવાનો ત્યાં યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતા રહે છે. પછી યુવતી દિવાલ પરથી કૂદી જાય છે. સદનસીબે સીઆઈએસએફના જવાનો નીચે ધાબળા લઈને ઉભા હતા. તેણી આ બ્લેન્કેટ પર પડે છે અને તેને તરત જ લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. યુવતીના પગમાં ઈજા થઈ છે, પરંતુ ક્યાંયથી લોહી નીકળ્યું નથી. યુવતીની હાલત હાલ સારી છે. હવે સ્થાનિક પોલીસ શોધી રહી છે કે આ પાછળનું કારણ શું હતું, જેના કારણે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

આ પણ વાંચો: NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article