નોકરાણીનું કરતૂત :પેશાબથી લોટ બાંધી ખવડાવતી હતી રોટલી, 8 વર્ષ પછી CCTV દ્વારા ખુલ્યું રહસ્ય

|

Oct 16, 2024 | 7:10 PM

ગાઝિયાબાદમાં પેશાબથી બનેલું ભોજન પીરસવા બદલ પકડાયેલી નોકરાણીએ કહ્યું કે તે તેના માલિકના ઠપકાથી નાખુશ હતી અને તેના કારણે તે ઘણી વખત આવી રીતે રોટલી બનાવીને ખવડાવતી હતી.

નોકરાણીનું કરતૂત :પેશાબથી લોટ બાંધી ખવડાવતી હતી રોટલી, 8 વર્ષ પછી CCTV દ્વારા ખુલ્યું રહસ્ય
Ghaziabad

Follow us on

યુપીના ગાઝિયાબાદમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. એક ઘરમાં કામ કરતી એક હેલ્પર લાંબા સમયથી પેશાબમાં ખોરાક રાંધે છે અને આખા પરિવારને ખવડાવે છે. આ આગળ ચાલ્યું હોત પરંતુ લીવરમાં ચેપની શંકા જતા પરિવારે રસોડામાં સીસીટીવી લગાવ્યા જે બાદ નોકરાણીનું કાંડ સામે આવ્યું. પોલીસે સમગ્ર મામલે FIR નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે પરિવારની તબિયત સારી ન હતી. ઘરના સભ્યો પેટ અને લીવરની બિમારીથી પીડિત હતા, ત્યારપછી ભોજનમાં ગરબડ અને ઘરમાં ચોરી થવાના ડરને કારણે રસોડામાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, જેમાં ઘરેલું નોકરાણીનું કૃત્ય કેદ થયું હતું અને પોલીસે તેની ધરપકડ કરી. સીસીટીવીમાં જોવા મળે છે કે તે રસોડાની બાજુમાં આવેલી બાલ્કનીનો દરવાજો બંધ કરે છે, પછી એક વાસણમાં પેશાબ કરે છે અને તેમાંથી ખોરાક રાંધે છે.

મહિલા 8 વર્ષથી કામ કરતી હતી

પીડિત પરિવારે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ઘરેલુ નોકરાણી તેમની સાથે 8 વર્ષથી કામ કરે છે. તે ઘણા સમયથી આવું ઘૃણાસ્પદ કામ કરતી હતી. આ પરિવાર થાણા ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. પરિવાર રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.

પરિવારના સભ્યો લીવરની બિમારીથી પીડાતા હતા

પરિવાર તરફથી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પરિવારના સભ્યો કેટલાક મહિનાઓથી લિવરની બીમારીથી પીડિત હતા. ડૉક્ટરની સલાહ લીધી પણ રાહત ન મળી. આ પછી પીડિતાના પરિવારે થોડા સમય પહેલા તેના ઘરમાં સીસીટીવી લગાવ્યા હતા, જેમાં દેખાતું હતું કે તે રસોડામાં અંદર એક વાસણમાં પેશાબ નાખીને ભોજન બનાવી રહી હતી.તેણે પેશાબથી લોટ બાંધી તેની રોટલી બનાવી પરીવારને ખવડાવી. આ પછી પરિવારે આ મહિલા વિરુદ્ધ કેસ નોંધાવ્યો.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

અલબત્ત, આ માનવતા માટે શરમજનક બાબત છે. કોઈપણ વ્યક્તિ ફક્ત પોતાની સગવડતા માટે અથવા મજબૂરીમાં ઘરે મેડ રાખે છે.અને તેમના પર ભરોસો કરે છે.
ત્યાકે આવા ઘૃણાસ્પદ કૃત્ય દુઃખદાયક છે. આ પ્રકારની ઘટનાઓ ઘરના મદદગારો માટે પણ સમસ્યા બની જાય છે જેઓ પોતાનું કામ ખૂબ જ ઇમાનદારીથી કરતા હોય છે.

Next Article