Gargle Benefits: કોરોનામાં ગળામાં દુ:ખાવો થાય તો શું કરવું ? જાણો ઘરેલું ઉપચાર

|

May 14, 2021 | 2:16 PM

Gargle Benefits: લગભગ દરેક લોકોને કોરોના વાયરસના ચેપમાં ગળામાં દુખાવાની ફરિયાદ હોય છે. જેના માટે ડોકટરો દવા લેવાની સાથે ગળામાં સેક અને સ્ટીમ લેવાની ભલામણ પણ કરી રહ્યા છે.

Gargle Benefits: કોરોનામાં ગળામાં દુ:ખાવો થાય તો શું કરવું ? જાણો ઘરેલું ઉપચાર
ફાઇલ

Follow us on

Gargle Benefits: લગભગ દરેક લોકોને કોરોના વાયરસના ચેપમાં ગળામાં દુખાવાની ફરિયાદ હોય છે. જેના માટે ડોકટરો દવા લેવાની સાથે ગળામાં સેક અને સ્ટીમ લેવાની ભલામણ પણ કરી રહ્યા છે. અને, ગળું વધારે ખરાબ ન થાય તે માટે ગરમ પાણીના કોગળા કરવાની તબીબો સલાહ આપે છે. આવા સમયે કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. જે ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમ કે દિવસમાં કેટલી વાર કોગળા કરવા અને કેવી રીતે કોગળા કરવા તે જાણવું જરુરી છે.

ગળામાં સેક કરવા અને કોગળા કરવા 10 સેકન્ડ સુધી મોંઢામાં પાણી રાખવું જોઇએ, નોંધનીય છેકે કોરોનામાં ગળામાં કોગળા કરવા એક ઇલાજ નથી. પરંતુ, ગળાની સ્વચ્છતા માટે આ જરૂરી છે.

ગળું સાફ રાખવાના કેટલાક ફાયદા

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લોકો કોરોના વાયરસના ચેપને રોકવા માટે શું નથી કરી રહ્યા. કેટલાક લોકો કોરોનાથી ઘરેલું ઉપચાર કરી રહ્યાં છે. જેમાં સ્ટીમ લેવાથી લઇને કોગળા કરવાની ટીપ્સ અપનાવી રહ્યા છે. પરંતુ શું ખરેખર કોગળા કરવાથી ગળામાં કોરોનાના ચેપને લાગતો રોકી શકાય છે.

ડોકટરો કહે છે કે કોગળા કરવાથી ગળું સાફ થાય છે. જો ગળું ખરાબ છે, ત્યાં દુખાવો અથવા સોજો આવે છે, તો તે કોગળા કરવાથી રાહત મળે છે. નિષ્ણાતો કહે છે કે કોગળા કરવા ગળા માટે સારી બાબત છે, ખાસ કરીને જો ગળામાં દુખાવો, સોજો અથવા શરદી હોય તો તે રાહત આપે છે. પરંતુ કોગળા તમને કોરોના વાયરસ સામે રક્ષણ નહીં આપી શકે.

દિવસમાં કેટલી વાર કોગળા કરવા જોઈએ?

જો તમને ગળામાં ઇન્ફેકશન લાગે છે, ત્યારે ડૉક્ટર દિવસમાં ઓછામાં ઓછા 3 વખત કોગળા કરવાની સલાહ આપશે. પરંતુ જો તમે તેને સાવચેતીથી કરો તો દિવસમાં સવાર-સાંજ કરવું પણ પુરુતું છે. ડૉક્ટર ખાધા પછી કોગળા કરવાની ભલામણ કરે છે. સવારે તમે નાસ્તા પછી કોગળા કરી શકો છો, લંચ પછી દિવસ દરમિયાન અને પછી રાત્રિ ભોજન બાદ. પણ ધ્યાન રાખો કે કોગળા કરતી વખતે પાણી થોડુંક જ ગરમ રાખો.

કેવી રીતે કરવા કોગળા ?

મીઠું પાણી: જો તમને કોઈ તકલીફ ન હોય, તો તમે નવશેકું પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને ગાર્ગલ કરી શકો છો. તમારે દિવસમાં ત્રણથી વધુ વખત ગાર્ગલ ન કરવો જોઈએ.

બેટાડાઇન ઉમેરી શકો : જો તમારા ગળામાં દુખાવો થાય છે, એટલે કે ગળું દુખે છે, સોજો આવે છે અથવા ચેપ આવે છે, તો તમારે નવશેકું પાણીમાં બેટાડાઇન ઉમેરીને ગાર્ગલ કરવું જોઈએ. બીટાડીન એ એન્ટિબેક્ટેરિયલ દવા છે જે ચેપથી રાહત આપે છે.

શું કોગળા કરવાથી કોઇ ગેરલાભ થાય છે ?

દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં કોગળા કરવાથી તેનો ગેરલાભ થાય છે.

1. લોકો સામાન્ય રીતે નવશેકું મીઠાવાળા પાણી ગળે ઉતરતા હોય છે, પરંતુ જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોવ તો મીઠાનો ઉપયોગ કરશો નહીં. આ એટલા માટે છે કારણ કે તમારું શરીર મીઠું ગ્રહણ કરે છે જે બી.પી.ને અસર કરી શકે છે.

2. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ગાર્ગલિંગ કરે છે, જેના કારણે ગળામાં સોજો પણ આવી શકે છે. તેથી જો તમને ચેપ લાગતો નથી, તો પછી તે દિવસમાં માત્ર બે વાર કોગળા કરવા જોઇએ.

3. ગરમ પાણીથી ગાર્ગલ ન કરો, તેનાથી ગળામાં છાલા પડી શકે છે. હંમેશાં નવશેકું પાણી વાપરો.

નોંધ : લેખમાં જણાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે લેવી જોઈએ નહીં. જો તમને કોઈ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Next Article