Ganga Vilas cruise: ગંગા દર્શન માટે મહેલ જેવી અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે ક્રૂઝ, જાણો ખાસિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં ગંગા નદીના કિનારે ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવી તેની શરુઆત કરાવશે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ગંગા વિલાસ ક્રૂઝ અનેક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે ત્યા

Ganga Vilas cruise: ગંગા દર્શન માટે મહેલ જેવી અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે ક્રૂઝ, જાણો ખાસિયત
The cruise has been prepared with many facilities like palaces for Ganga darshan,
| Edited By: | Updated on: Jan 12, 2023 | 3:11 PM

ધાર્મિક દ્રષ્ટિએ ભારતનો સૌથી મહત્વનું સ્થળ એવા વારાણસીની ગંગા નદીમાં ભારત સરકાર વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ ગંગા વિલાસની આજે શરુઆત કરાવશે. ત્યારે આ બાબા વિશ્વનાથની નગરી વારાણસીમાં કરોડો ભક્તો ગંગા નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે અને અહીં નૌકાવિહારનો આનંદ માણે છે, પણ નૌકાવિહાર માટે હવે સરકાર દ્વારા લોકોને ક્રૂઝની અનોખી સુવિધા આપવામાં આવશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં ગંગા નદીના કિનારે “ગંગા વિલાસ ક્રૂઝ“ને લીલી ઝંડી બતાવી તેની શરુઆત કરાવશે.

ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ગંગા વિલાસ ક્રૂઝ અનેક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી લાંબુ ગંગા વિલાસ ક્રૂઝની વાત કરીએ તો રાજમહેલ જેવી અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝના પ્રવાસ અનુભવને આનંદપ્રદ બનાવવા માટે, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, જિમ, સ્પા, ઓપન-એર ઓબ્ઝર્વેશન ડેક, વ્યક્તિગત બટલર સેવા વગેરે જેવી સુવિધાઓ હશે.

Ganga Vilas Cruise

લક્ઝરી હોટલ અને સ્પાની સુવિધાઓ

આ ક્રૂઝમાં લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ, સ્પા અને સનડેક પણ હશે. મુખ્ય ડેક પરની તેની 40-સીટ રેસ્ટોરન્ટમાં અનેક દેશની અને ભારતીય વાનગીઓ સાથેના થોડા બુફે કાઉન્ટર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપલા ડેકના આઉટડોર સેટિંગમાં વાસ્તવિક સાગની સ્ટીમર ખુરશીઓ અને કોફી ટેબલ સાથેનો બારનો પણ સમાવેશ થાય છે જે મુસાફરોને એક પ્રકારનો ક્રૂઝ અનુભવ આપવા માટે પૂરતો છે. ત્યાં 18 સુંદર સુશોભિત સ્યુટ ઓનબોર્ડ છે. આ એક વિશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિશ્વની સૌથી લાંબી ક્રુઝ ગંગા વિલાસમાં સફર કરવા માગો છો? વાંચો કેટલું રહેશે ભાડું અને કેટલા દિવસની રહેશે મુસાફરી, જુઓ VIDEO

સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમોની સુવિધા

કૂઝ પર મનોરંજન માટે અલગથી વિભાગ બનાવવામાં આવ્યો છે. જેમાં સંગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિભાગમાં આયોજન કરવામાં આવશે. મુસાફરી દરમિયાન યાત્રિકોના રહેવા, જમવા , સુવા, બેસવાથી લઈને તેઓના મનોરંજનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જિમ રુમ તેમજ સ્પા માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે.

Ganga Vilas Cruise gym

ક્રૂઝ પર જિમ વિભાગ પણ બનાવાયો

કૂઝ પર જિમ ઓપન-એર ઓબ્ઝર્વેશન ડેક, વ્યક્તિગત બટલર સેવા વગેરે જેવી સુવિધાઓ હ 18 સુંદર સુશોભિત સ્યુટ ઓનબોર્ડ છે. તે એક વિશિષ્ટ શૈલી અને ભવિષ્યવાદી દૃષ્ટિકોણ સાથે બાંધવામાં આવ્યું હતું. ગંગા વિલાસનું ઈન્ટિરિયર પણ ઘણું આકર્ષક છે. ઉત્તર પ્રદેશ પ્રવાસન એજન્સીના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, તે ઘણી સુવિધાઓથી સજ્જ છે. જેમ કે શાવર સાથેનું બાથરૂમ, કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, એલઇડી ટીવી, સેફ, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર્સ.

 

હાલ સરકાર દ્વારા ગંગા ક્રૂઝનું ભાડું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, જો કે સૂત્રોનું માનીએ તો યાત્રિક દીઠ દરરોજનું ભાડું 25 હજાર રૂપિયા છે. એટલે કે 50 દિવસની ટ્રિપમાં એક વ્યક્તિનું ભાડું 12.5 લાખ રૂપિયા જેટલું થાય છે. કેન્દ્રિય શિપિંગ, પોર્ટસ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળ આવતી ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે, જો કે ગંગા ક્રૂઝનું સંચાલન ખાનગી ઓપરેટર્સ દ્વારા કરવામાં આવશે.