
જૂન 1980માં જ્યારે વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અચાનક મૃત્યુ થયું, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માનસિક રીતે ઘણા તૂટી ગયા હતા. સંજય ગાંધી માત્ર તેમના પુત્ર નહોતા પરંતુ સરકારનો અને પાર્ટીનો એક મજબૂત સ્તંભ હતા. તેમના મૃત્યુ પછી એક એવો ખાલીપો સર્જાયો જેને ભરવા માટે ઘરની અંદર જ બે અલગ અલગ વિચારધારાઓ ટકરાવા લાગી. જેમા એક તરફ મેનકા ગાંધી હતી, એ સમયે તેમની ઉમર હતી માત્ર 23 વર્ષ. યુવાન હોવા છતા મેનકા ગાંધી રાજકારણની ઉંડી સમજ હતી. મેનકાને પુરો વિશ્વાસ હત કે સંજયની રાજકીય વિરાસત પર ફક્ત અને ફક્ત તેમનો જ હક્ક છે. મેનકા ગાંધીને લાગતુ હતુ કે સંજયના વફાદા નેતાઓ તેમને પોતાના માર્ગદર્શક માને અને વડાપ્રધાન આવાસમાંથી પોતાની રાજકીય જમીન તૈયાર કરે. તેમને લાગતુ હતુ કે સંજયની મહેનતથી તૈયાર કરાયેલી યુવા કોંગ્રેસ અને તેમની ટીમ પર તેમનો નૈતિક અધિકાર છે. રાજીવને ઉત્તરાધિકારી બનાવવા માગતા હતા ઈંદિરા ઈન્દિરા ગાંધી જે એક અનુભવી રાજનેતા તરીકે ભવિષ્યના સોગઠા ગોઠવી રહ્યા હતા તેમણે મન બનાવી લીધુ...
Published On - 8:07 pm, Tue, 17 February 26