
Gaganyaan Mission: આજે 21 ઓક્ટોબર શનિવારે ઈસરો ફરી ઈતિહાસ રચવા તરફ એક ડગલુ ભરશે. ઈસરો આજે ગગનયાન મિશનનું પ્રથમ ટ્રાયલ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ગગનયાનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટ મોકલવામાં આવશે. પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ એસ્ટ્રોનોટ માટે બનાવવામાં આવેલા ક્રૂ મોડ્યૂલને પોતાની સાથે લઈને જશે અને તમને જણાવી દઈએ કે ક્રૂ મોડ્યુલનું લેન્ડિંગ બંગાળની ખાળીમાં કરવામાં આવશે. જ્યાંથી ભારતીય નેવી તેને રિકવર કરશે.
21 ઓક્ટોબર સવારે 8 વાગ્યે મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ રવાના કરવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ટીવી-ડી1 પરીક્ષણ ઉડાન બાદ ગગનયાન કાર્યક્રમ હેઠળ વધુ 3 પરીક્ષણ યાન મિશન શરૂ કરવામાં આવશે.
Mission Gaganyaan:
TV-D1 Test FlightThe test flight can be watched LIVE
from 0730 Hrs. IST
on October 21, 2023
at https://t.co/MX54CwO4IUhttps://t.co/zugXQAYy1y
YouTube: https://t.co/75VtErpm0H
DD National TV@DDNational#Gaganyaan pic.twitter.com/ktomWs2TvN— ISRO (@isro) October 19, 2023
જો ગગનયાન મિશનની વાત કરીએ તો ઈસરોના આ મિશન હેઠળ માનવદળને પૃથ્વીની 400 કિલોમીટરની કક્ષામાં સફળતાપૂર્વક મોકલવામાં આવશે. ટીવી-ડી1 પરીક્ષણ ઉડાનમાં માનવરહિત ક્રૂ મોડ્યૂલને અંતરીક્ષ બહાર પ્રક્ષેપિત કરવુ, જેને પૃથ્વી પર પરત લાવવા અને બંગાળની ખાડીમાં ઉતર્યા બાદ તેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાનું છે. ભારતીય નેવીએ મોડ્યુલને પરત મેળવવા માટે મોક ઓપરેશન પહેલાથી જ શરૂ કરી દીધુ છે.
આ પણ વાંચો: PHOTOS : હાઇટેક અને સૌથી સુરક્ષિત છે RapidX Rail Namo Bharat, જાણો તેની ખાસિયત
તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ ઈસરોએ ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યા બાદ ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વની નજર ઈસરોના ગગનયાન મિશન પર છે. કારણ કે આ મિશનથી માણસને અંતરીક્ષમાં મોકલવાનો રસ્તો સાફ થશે. ટેસ્ટિંગ દરમિયાન એ પણ જોવામાં આવશે કે તેનો ક્રૂ એસ્કેપ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં.