1994માં PM નરેન્દ્ર મોદી સાથે અમેરિકા ગયા હતા આ નેતા અને હવે કેબિનેટમાં મંત્રી બની શકે છે

|

Jun 07, 2019 | 6:59 AM

ભાજપના દિગ્ગજ નેતા અને સિકંદરાબાદથી સાંસદ જી.કિશન રડ્ડી હવે પ્રધાનમંત્રીની કેબિનેટમાં મંત્રી બની શકે છે. માહિતી પ્રમાણે ભાજપના મોવળી મંડળે સાંસદ જી.કિશન રેડ્ડીને ફોન પણ કર્યો હતો. તેલંગાણામાં ભાજપે પ્રથમ વખત લોકસભાની 4 બેઠક પર જીત મેળવી છે. આ બેઠકો જીતાડવામાં જી.કિશન રેડ્ડીની મોટી ભૂમિકા પણ છે. જેને લઈને તેમને પ્રધાનમંડળમાં સામેલ કરી શકે છે. […]

1994માં PM નરેન્દ્ર મોદી સાથે અમેરિકા ગયા હતા આ નેતા અને હવે કેબિનેટમાં મંત્રી બની શકે છે

Follow us on

ભાજપના દિગ્ગજ નેતા અને સિકંદરાબાદથી સાંસદ જી.કિશન રડ્ડી હવે પ્રધાનમંત્રીની કેબિનેટમાં મંત્રી બની શકે છે. માહિતી પ્રમાણે ભાજપના મોવળી મંડળે સાંસદ જી.કિશન રેડ્ડીને ફોન પણ કર્યો હતો. તેલંગાણામાં ભાજપે પ્રથમ વખત લોકસભાની 4 બેઠક પર જીત મેળવી છે. આ બેઠકો જીતાડવામાં જી.કિશન રેડ્ડીની મોટી ભૂમિકા પણ છે. જેને લઈને તેમને પ્રધાનમંડળમાં સામેલ કરી શકે છે. અને હાલ તેઓ દિલ્હી પણ પહોંચી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ દેશના પ્રધાનમંત્રી તરીકે ફરી એક વખત PM મોદી શપથ લેશે, ત્યારે જાણો રાષ્ટ્રપતિથી સાંસદો સુધી કોનો કેટલો પગાર હોય છે

TV9 Gujarati

 

તેલંગાણાના સામાન્ય પરિવારમાં જન્મ લેનારા જી.કિશન રેડ્ડી વિશે કહેવામાં આવે છે કે, તેઓ પ્રધાનમંત્રીની નજીકના નેતા છે. રેડ્ડીના જૂના ફોટો પણ સામે આવ્યા છે. જે તે સમયે સંઘમાં રહીને નરેન્દ્ર મોદી સાથે રેડ્ડી1994માં અમેરિકાના પ્રવાસ પર સાથે ગયા હતા.

જી.કિશન રેડ્ડીના રાજનૈતિક જીવન વિશે જોવામાં આવે તો શાળાના દિવસોથી જ તે RSS સાથે જોડાયેલા હતા. જે બાદ 1977માં જનતા દળમાં કાર્યકરના પદથી શરૂઆત કરી હતી. જે તે વખતે જનતાદળનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણ દ્વારા થઈ રહ્યું હતું. 2004માં પહેલી વખત કિશન રેડ્ડી આંધ્ર પ્રદેશના હિમાયત નગરથી ચૂંટણી લડ્યા હતા. જે બાદ સતત 2009 અને 2014માં પણ તેમણે જીત મેળવી હતી. સાથે ત્રણ વખત સંયુક્ત આંધ્રપ્રદેશમાં ભાજપના અધ્યક્ષ પર રહી ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:59 am, Thu, 30 May 19

Next Article