
ગુજરાતની ધરતી પર અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતુ. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખુલીને નહેરુ અને સરદારના સંબંધો અંગે વાત કરતા જોવા મળ્યા. જયરામ રમેશે કહ્યુ કે ભાજપ દેશની જનતામાં એવો ભ્રમ ફેલાવી રહી છે કે નહેરુ અને સરદારના સંબંધો તણાવથી ભરેલા હતા. જેમા બિલકુલ સત્ય નથી. જે લોકો આવુ કહે છે તેઓ જુઠુ બોલી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. વાસ્તવિક્તા એ છે કે બંને વચ્ચે અનોખી જુગલબંધી હતી. આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગેએ પણ આક્ષેપ કર્યો કે ભાજપ અને RSS હંમેશા એવુ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે પટેલ અને પંડિત નહેરુ એકબીજાના ઘુર વિરોધી હતા, જ્યારે બંને નેતાઓ વચ્ચે સુમેળ ભરેલા અને સૌહાર્દપૂર્ણ સંબંધો હતા.બંને એક જ સિક્કાની બે બાજુ હતા. નહેરુએ રાષ્ટ્રપતિને સરદારની અંતિમ યાત્રામાં સામેલ ન થવા કહ્યુ ઈતિહાસમાં ડોકિયુ કરશો તો સંપૂર્ણ સત્ય સામે આવશે કે નહેરુએ સરદારનું અપમાન કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. સરદાર પટેલનું મૃત્યુ થતાની...
Published On - 8:39 pm, Tue, 15 April 25