રામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા

|

Sep 11, 2020 | 1:09 PM

રામ મંદિરના નિર્માણની જવાબદારી જેમની છે તે, રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી થઈ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકો દ્વારા મળતા દાન જે બેંકના ખાતામાં એકઠા થાય છે, તેમાથી કોઈ ભેજાબાજે રૂપિયા છ લાખની રકમ ઉપાડી લીધી છે. રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચપંતરાયે અયોધ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી […]

રામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા

Follow us on

રામ મંદિરના નિર્માણની જવાબદારી જેમની છે તે, રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી થઈ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકો દ્વારા મળતા દાન જે બેંકના ખાતામાં એકઠા થાય છે, તેમાથી કોઈ ભેજાબાજે રૂપિયા છ લાખની રકમ ઉપાડી લીધી છે.

રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચપંતરાયે અયોધ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી કોઈએ બોગસ ચેક દ્વારા છ લાખ રૂપિયા ઉપાડી લીધા છે. ટ્રસ્ટ સાથે થયેલી છેતરપિંડીની જાણ ત્યારે થઈ કે, જ્યારે બેંકમાંથી ફોન આવ્યો કે એવુ લાગે છે કે, ચેક ઉપર જે સહી છે તે બનાવટી લાગે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, જે ભેજાબાજે ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા છે તેણે ચેકને બે વાર ક્લોન કર્યો હતો. અને ત્રીજીવાર ક્લોન કરવા જતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

Next Article