પૂર્વ પીએમ દેવગૌડાના પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, કોર્ટમાં રડવા લાગ્યા

કર્ણાટક હાઈકોર્ટે જનતા દળ (એસ) ના ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને જાતીય સતામણી અને બળાત્કાર કેસનો દોષી ઠેરવ્યો છે. કોર્ટ દ્વારા હજુ સજાની જાહેરાત કરવામાં આવી નથી. આ કેસ સેક્સ ટેપ અને અનેક મહિલાઓ પર બળાત્કાર સાથે સંબંધિત છે. રેવન્નાને અનેક મહિલાઓ પર બળાત્કાર અને બ્લેકમેલ કરવાના દોષિત ઠેરવવામાં આવ્યા છે.

પૂર્વ પીએમ દેવગૌડાના પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, કોર્ટમાં રડવા લાગ્યા
| Edited By: | Updated on: Aug 01, 2025 | 2:57 PM

કર્ણાટક હાઈકોર્ટે બળાત્કાર અને જાતીય સતામણીના કેસમાં જનતા દળ (એસ) ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને દોષીત જાહેર કર્યાં છે. હાઈકોર્ટ દ્વારા દોષીત જાહેર થતાની સાથે જ દેશના પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને મોટો ઝટકો મળ્યો છે.

કર્ણાટક હાઈકોર્ટે આ કેસમાં રેવન્નાને દોષિત ઠેરવ્યા ત્યારે કોર્ટમાં હાજર રેવન્ના રડવા લાગ્યા હતા. કોર્ટ દ્વારા પ્રજ્વલ રેવન્નાને હવે સજા જાહેર કરવામાં આવશે. ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના સેક્સ ટેપ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ જાતીય સતામણીના અનેક કેસ નોંધાયેલા છે. આ સાથે, તેમના પર અનેક મહિલાઓ પર બળાત્કારનો આરોપ છે. પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધના આરોપોને કારણે, જેડીએસએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર છે.

શું છે આખો મામલો?

પ્રજ્વલ રેવન્નાના ઘરમાં કામ કરતી એક મહિલાએ, પ્રજ્વલ રેવન્નાની સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઇવ મળી આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પેન ડ્રાઇવમાં 3 હજારથી 5 હજાર જેટલા વીડિયો છે, જેમાં પ્રજ્વલ મહિલાઓનું જાતીય સતામણી કરતો જોવા મળે છે. વીડિયોમાં મહિલાઓના ચહેરા પણ બ્લર કરાયા નહોતા.

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદથી સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. મામલો વધુ ગરમાતો અને પ્રજારોષ ફાટી નીકળતા તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. તપાસ બાદ, પ્રજ્વલ સામે બળાત્કાર, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના આરોપો સહિત 3 કેસ નોંધવામાં આવ્યા હતા. મહિલાઓ પર બળાત્કાર કર્યા પછી, રેવન્ના પીડીતાને સરકારી નોકરીની ઓફર કરતો હતો.

 

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો