મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે (Former CM Digvijay Singh) શનિવારે જન જાગરણ અભિયાન દરમિયાન દિગ્વિજય સિંહે કોંગ્રેસના કાર્યકરો (Congress worker)ને સંબોધિત કરતા કહ્યુ કે, જીન્સ પહેરનારી અને મોબાઈલ ફોન (Mobile phone) રાખનારી છોકરીઓ મોદીથી પ્રભાવિત નથી થતી, માત્ર 40 થી 50 વર્ષની મહિલાઓ જ મોદીથી પ્રભાવિત છે.
સાથે જ તેમણે કહ્યું કે જો 2024માં મોદી ફરી જીતે છે, તો પહેલા ભારતીય બંધારણ બદલાશે. આરક્ષણ ખતમ થઈ જશે, તમને જે મળતું હશે તે ખતમ થઈ જશે. કારણ કે તેઓ રશિયા અને ચીનના મોડલને અનુસરે છે.
ગાય આપણી માતા ન બની શકે – સાવરકર
જણાવી દઈએ કે જ્યારે દિગ્વિજય સિંહ (Digvijay Singh) ભોપાલ (Bhopal)માં જન જાગરણ અભિયાન હેઠળ કાર્યકર્તાઓને તાલીમ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સાવરકર (Savarkar)ના પુસ્તકમાં લખ્યું છે કે હિંદુ (Hindu) ધર્મને હિંદુત્વ (Hindutva)સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, સાવરકરના પુસ્તકમાં લખેલું છે કે ગાય આપણી માતા બની શકે નહીં, જે ગાય પોતાના મળમાં ઘૂમે છે તે કેવી રીતે માતા બની શકે. સાથે જ લખ્યું છે કે માંસ ખાવામાં કોઈ નુકસાન નથી. આ વાત ખુદ સાવરકરે કહી છે, જેઓ આજે આરએસએસ અને બીજેપીના વિશેષ વિચારક છે.
MPમાં બજરંગ દળના સૌથી વધુ ગુંડાઓ છે- દિગ્વિજય સિંહ
નોંધનીય છે કે દિગ્વિજય સિંહે પણ એમપીની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “મધ્યપ્રદેશમાં બજરંગ દળના સૌથી વધુ ગુંડાઓ છે. તેણે પોલીસ પર તેને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે NSUI વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે. હત્યા કરનારને તમે નોકરી આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બજરંગ દળના લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મોદી સરકાર છે. તેમણે કહ્યું કે શિવરાજ મામુ પાસે રેત માફિયા ગેંગ છે, હવે તેમની સામે લડાઈ લડવી પડશે.
આ પણ વાંચો : MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ