Fodder Scam: ચારા કૌભાંડ કેસમાં કોર્ટે લાલુ પ્રસાદને સાડા 32 વર્ષની સજા સંભળાવી, 1.65 કરોડનો દંડ ફટકાર્યો

|

Feb 22, 2022 | 8:56 AM

મંગળવારે ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે ઉપાડવાના કેસમાં લાલુ પ્રસાદ સહિત પાંચ લોકોને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે દોષિતોને એક લાખથી બે કરોડનો દંડ ફટકાર્યો છે.

Fodder Scam: ચારા કૌભાંડ કેસમાં કોર્ટે લાલુ પ્રસાદને સાડા 32 વર્ષની સજા સંભળાવી, 1.65 કરોડનો દંડ ફટકાર્યો
Lalu Prasad Yadav

Follow us on

Fodder Scam: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ સંબંધિત તમામ કેસમાં સોમવારે સજા સંભળાવવામાં આવી છે. ચારા કૌભાંડ કેસમાં લાલુને અત્યાર સુધીમાં સાડા 32 વર્ષની સજા થઈ છે. લગભગ 950 કરોડના આ કૌભાંડ કેસમાં તેમના પર 1.65 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લાલુ પ્રસાદના ડોરાંડા ટ્રેઝરી સાથે જોડાયેલા છેલ્લા કેસમાં કોર્ટે તેમને પાંચ વર્ષની જેલ અને 60 લાખનો દંડ ફટકાર્યો છે.

ચાઈબાસા ટ્રેઝરી સંબંધિત પ્રથમ કેસમાં લાલુ પ્રસાદને પાંચ વર્ષની જેલ અને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તિજોરીમાંથી 37.70 કરોડ ગેરકાયદેસર ઉપાડવામાં આવ્યા હતા. દેવઘર ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 89.27 લાખ ઉપાડવાના કેસમાં તેને સાડા ત્રણ વર્ષની સજા અને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 33.13 કરોડ ઉપાડવા બદલ લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા અને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડ માટે લાલુ પ્રસાદને સૌથી વધુ સજા થઈ. આ કેસમાં સીબીઆઈ કોર્ટે આઈપીસી અને પીસી એક્ટમાં દોષિત ઠેરવતા બંને કલમોમાં સાત-સાત વર્ષની સજા ફટકારી છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

કોર્ટે બંને સજા અલગ-અલગ ચલાવવાનો આદેશ કર્યો હતો. બંને કેસમાં લાલુ પ્રસાદને 60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જો કે લાલુ પ્રસાદે આ કેસમાં બંનેને અલગ-અલગ સજા સંભળાવવા માટે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે.મંગળવારે ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે ઉપાડવાના કેસમાં લાલુ પ્રસાદ સહિત પાંચ લોકોને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

કોર્ટે દોષિતોને એક લાખથી બે કરોડનો દંડ ફટકાર્યો છે. પાંચ વર્ષથી વધુની સજા પામેલાઓમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ, ભૂતપૂર્વ ધારાસભ્ય આરકે રાણા, ભૂતપૂર્વ પશુપાલન વિભાગના અધિકારી કૃષ્ણ મોહન પ્રસાદ અને સપ્લાયર મોહમ્મદ સઈદનો સમાવેશ થાય છે. સપ્લાયર ત્રિપુરારી મોહન પ્રસાદ પર સૌથી વધુ બે કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સપ્લાયર મો સઈદ અને પૂર્વ પશુપાલન વિભાગના અધિકારી કૃષ્ણ મોહન પ્રસાદ પર દોઢ કરોડ રૂપિયા, સપ્લાયર દયાનંદ કશ્યપ, બીબી સિંહા પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા સૌથી ઓછો દંડ એક લાખ રૂપિયાનો છે. ત્રણેય આરોપીઓને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Next Article