હજી આટલો સમય બંધ રહી શકે છે Go First એરલાઈન્સની ફ્લાઈટ્સ ! મુસાફરોને થયેલી અસુવિધા માટે કંપનીએ માંગી માફી

ગો ફર્સ્ટ એરલાઈને રવિવારે ટ્વિટ કર્યું કે 31 જુલાઈ, 2023 સુધીની ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. અસુવિધા માટે અમે દિલગીર છીએ.

હજી આટલો સમય બંધ રહી શકે છે Go First એરલાઈન્સની ફ્લાઈટ્સ ! મુસાફરોને થયેલી અસુવિધા માટે કંપનીએ માંગી માફી
Image Credit source: Google
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:12 PM

GoFirst એરલાઇનની ફ્લાઇટ્સ, જે 3 મેથી બંધ છે, તે હાલ માટે રદ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરલાઈને 31 જુલાઈ સુધીની પોતાની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. કંપનીએ ઓપરેશનલ કારણોસર આ નિર્ણય લીધો છે. આ માટે કંપનીએ મુસાફરોની પરેશાની માટે માફી પણ માંગી છે. એરલાઈને રવિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

આ પણ વાંચો: GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ

એરલાઈને રવિવારે ટ્વિટ કર્યું કે 31 જુલાઈ, 2023 સુધીની GoFirst ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. અસુવિધા માટે અમે દિલગીર છીએ. GoFirst એ એક નિવેદન પણ બહાર પાડ્યું છે, જે તેમણે ટ્વીટ સાથે પોસ્ટ કર્યું છે, જેમાં જણાવ્યું છે કે કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી ફરી શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. ટૂંક સમયમાં બુકિંગ શરૂ થઈ જશે તેવી આશા છે.

GoFirstની ફ્લાઇટ્સ રદ

એરલાઈને કહ્યું કે અમને જણાવતા દુઃખ થાય છે કે ઓપરેશનલ કારણોસર 31 જુલાઈ સુધીની તમામ GoFirst ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ કેન્સલ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. એરલાઇન કંપનીએ કહ્યું કે અમારું માનવું છે કે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે તમારી મુસાફરીની યોજનાઓ ખોરવાઈ શકે છે. આ પહેલા 2 મેના રોજ GoFirstએ તેની ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ સ્વૈચ્છિક નાદારી માટેની અરજી દાખલ કરવામાં આવી હતી.

કામગીરી શરૂ કરવાની શરતી પરવાનગી

બીજી બાજુ, ગયા શુક્રવારે, DGCA એ બંધ એરલાઇન GoFirstને તેની કામગીરી ફરી શરૂ કરવા માટે શરતી પરવાનગી આપી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું હતું કે GoFirst વચગાળાના ભંડોળની ઉપલબ્ધતા અને મંજૂરીને આધીન ફ્લાઇટ્સ ફરી શરૂ કરી શકે છે. રેગ્યુલેટરે 15 એરક્રાફ્ટ અને 114 ડેઈલી ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી.

એરલાઇનમાં લગભગ 4,200 કર્મચારીઓ છે

GoFirst એરલાઇનમાં લગભગ 4,200 કર્મચારીઓ છે, અને નાણાકીય વર્ષ 2021-22માં કામગીરીમાંથી કુલ આવક રૂ. 4,183 કરોડ નોંધાઈ હતી એવા અહેવાલો હતા કે GoFirst ફ્લાઈટ્સના ગ્રાઉન્ડિંગથી હવાઈ ભાડા પર દબાણ આવ્યું છે, ખાસ કરીને પસંદગીના રૂટ પર જ્યાં તેની અસર થઈ હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો