AIIMSના કાર્ડિયાક સર્જરી વિભાગના વડા ડૉ. વેણુગોપાલનું મંગળવારે (આજે) નિધન થયું હતું. ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની સિદ્ધિ ડો.વેણુગોપાલના નામે નોંધાયેલી છે.
તેઓ એઈમ્સના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં પહેલું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ 1994ના રોજ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં થયું હતું.
આ ઓપરેશન ડો. પી. વેણુગોપાલના નેતૃત્વમાં ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ દર વર્ષે 3જી ઓગસ્ટને ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે.
અગાઉ 1968માં ડૉ. પીકે સેને મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આમાં દર્દીનું મોત નીપજ્યું હતું.
Published On - 9:49 pm, Tue, 8 October 24