હૈદરાબાદના આઈકોનિક સિંકદરાબાદ ક્લબમાં લાગી ભીષણ આગ, અંદાજે 20 કરોડનું નુકસાન

હૈદરાબાદ: શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબ (Fire at iconic Secunderabad Club)માં રવિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે.

હૈદરાબાદના આઈકોનિક સિંકદરાબાદ ક્લબમાં લાગી ભીષણ આગ, અંદાજે 20 કરોડનું નુકસાન
Visuals from the Secunderabad Club. (Photo: Twitter/@oratorgreat)
| Edited By: | Updated on: Jan 16, 2022 | 10:53 AM

Hyderabad :  આઈકોનિક સિંકદરાબાદ ક્લબ (Fire at iconic Secunderabad Club), જેની સ્થાપના 1878 માં કરવામાં આવી હતી, તે દેશની પાંચ સૌથી જૂની ક્લબમાંની એક છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સંપત્તિને નુકસાન 20 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગને 3 કલાકમાં કાબુમાં લેવામાં આવી હતી. અહેવાલો અનુસાર આગ લાગતાની સાથે જ લગભગ 10 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે.

એલિટ ક્લબનું કેમ્પસ 30 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 5000 સભ્યો છે. ક્લબ, જે અગાઉ ગેરિસન ક્લબ તરીકે જાણીતી હતી, ત્યાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આગ લાગવાનું પ્રાથમિક તારણ હાલ જાણી શકાયું નથી ત્યારે હજુ જાનહાનિના પણ કોઈ અહેવાલ પ્રાપ્ત નથી. પરંતુ એક પ્રારંભિક અહેવાલ અનુસાર અંદાજે 20 કરોડના નુકસાનનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

રવિવારે વહેલી સવારે 3 વાગ્યાના આસપાસ લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની લગભગ 10 ગાડીઓએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આગમાં લાઈબ્રેરી, એડમિન ઓફિસ નષ્ટ થઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે.

આ પણ વાંચો: Assembly Elections 2022: ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ, જાણો શું છે 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ

આ પણ વાંચો: Viral: પેરાગ્લાઈડિંગ કરતા યુવતીની હાલત થઈ ખરાબ, ઈન્સ્ટ્રક્ટરને કહ્યું મને નીચે ન જોવા દો

Published On - 10:46 am, Sun, 16 January 22