Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

|

May 25, 2021 | 7:05 PM

Corona થી મૃત્યુની આશંકાને કારણે કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે(Suprme Court )  ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ.

Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો
Supreme Court Of India (File Photo )

Follow us on

Corona થી મૃત્યુની આશંકાને કારણે કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે (Suprme Court ) ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ. Corona ચેપને કારણે મૃત્યુના ભયને કારણે લઇ શકાય નહિ.

આ કેસની વિગત મુજબ અલ્હાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે એક આદેશમાં કહ્યું હતું કે જેલમાં વધુ કેદીઓ અને કેસોમાં વધારો થવાને કારણે આગોતરા જામીન મળી શકે છે. યુપી સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ (Suprme Court ) માં અરજી દાખલ કરી હતી.

કેસની સુનાવણી કરતી વખતે જસ્ટીસ વિનીત સરન અને બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું કે ‘તમને ટિપ્પણીથી મુશ્કેલી છે. તે એકપક્ષી ટિપ્પણી હતી કે તમામ લોકોને આગોતરા જામીન આપવા જોઈએ. અમે આ અંગે નોટિસ ફટકારીશું, પરંતુ સ્ટે નહીં લગાવીએ. પરંતુ અમે આવા એકપક્ષીય નિવેદનો પર પ્રતિબંધ મૂકીએ છીએ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

હકીકતમાં, હાઇકોર્ટે આરોપી પ્રતિક જૈનને 130 કેસમાં આગોતરા જામીન આપી દીધા હતા. તેના પછી હાઇકોર્ટના નિર્ણય પર ચર્ચા શરૂ થઈ હતી. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે. તેમાં આરોપીને જેલમાં મોકલવું તેની જીંદગી માટે જોખમી હોઈ શકે છે.

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના  આદેશનો ઉલ્લેખ કર્યો હતો

આ ઉપરાંત પોલીસકર્મીઓ, જેલ કર્મચારીઓ અને અન્ય લોકો માટે તે જોખમી થઇ શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આવા કેસમાં આરોપીને નિશ્ચિત સમય માટે આગોતરા જામીન આપી શકાય છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના જ આદેશનો ઉલ્લેખ કર્યો હતો. આમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ભારતની જેલો ભરેલી છે. આવી સ્થિતિમાં જેલોમાં ભીડ ઓછી કરવાની જરૂર છે.

તેમજ કેદીઓ અને પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ એનવી રમાનાની ખંડપીઠે કહ્યું હતું કે પાછલા વર્ષમાં જે બધા કેદીઓને જામીન અથવા પેરોલ મળી ચૂક્યા છે તેમને જેલની બહાર મોકલવા જોઇએ.

હાઈકોર્ટે કહ્યું  કે આરોપીઓ જીવીત નહીં રહે તો  કેસ કેવી રીતે ચાલશે 

આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ જીવીત નહીં રહે તો તેમના પર કેસ કેવી રીતે ચલાવી શકાય તે વાતથી આપણે આંખો બંધ કરી શકતા નથી. આવી સ્થિતિમાં Corona  રોગચાળા દરમ્યાન તેમને જેલમાં રાખવાથી સુનાવણી શરૂ થાય તે પહેલાં તેમનું મૃત્યુ થવાની સંભાવના વધી જશે.

ઉલ્લેખનીય છે કે યુપીમાં Corona  ની બીજી લહેરમાં ભારે તબાહી જોવા મળી છે. રાજ્યમાં હજુ પણ કોરોનાના લગભગ 77,000 જેટલા સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4000 જેટલા નવા કેસ નોંધાયા છે.

Published On - 7:03 pm, Tue, 25 May 21

Next Article