Rajasthan : દીકરીના જન્મ પર પિતાએ કર્યું કંઇક એવું કે, જાણીને આપ પણ આશ્ચર્યચકિત થઇ જશો

|

Apr 22, 2021 | 6:39 PM

રાજસ્થાનના નાગોર જિલ્લાના નિંબડી ચાંદાવતાં ગામમાં રહેનાર હનુમાન પ્રજાપત નામના વ્યક્તિએ સમાજમાં એક નવી મિસાલ ઉભી કરી છે.

Rajasthan : દીકરીના જન્મ પર પિતાએ કર્યું કંઇક એવું કે, જાણીને આપ પણ આશ્ચર્યચકિત થઇ જશો
Girl Child

Follow us on

Rajasthan :  દિકરા અને દીકરી વચ્ચેનો ફર્ક સદીઓથી ચાલ્યો આવે છે. આપણાં સમાજમાં જ્યા દિકરાના જન્મ પર ખુશી મનાવવામાં આવે છે, ત્યાં દીકરીના જન્મ પર ઘરમાં માહોલ ગમગીન થઇ જાય છે. કેટલાક લોકો દીકરી ન જન્મે તે માટે ગર્ભપાત પણ કરાવી દે છે. રાજસ્થાનમાં એક વ્યક્તિએ પોતાની દીકરીના જન્મ સમયે કંઇક એવું કર્યું કે, તમે સાંભળીને આશ્ચર્યચકિત થઇ જશો. હકીકતમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના નિંબડી ચાંદાવતા ગામમાં રહેનાર હનુમાન પ્રજાપત નામના વ્યક્તિએ સમાજમાં એક નવી મિસાલ ઉભી કરી છે. પોતાની દીકરીના જન્મની ખુશીમાં તેમણે એક હેલીકોપ્ટર ભાડે લીધુ અને દીકરીને પોતાના મોસાળ હરસોલાવથી પોતાના પિતૃક ગામ ચાંદાવતાં લઇ ગયા. જ્યાં તેઓએ હેલીકૉપ્ટરમાં બેસેલી બાળકીનું જોરદાર સ્વાગત કર્યું.

હનુમાન પ્રજાપતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ પોતાની દીકરીનું પહેલીવાર ઘરમાં સ્વાગત અલગ રીતે કરવા ઇચ્છતા હતા. સાથે જ તેમણે કહ્યું કે, મારી દીકરી  મારા અને મારા પરિવાર માટે ખાસ છે. સાથે જ હનુમાનના પિતાની પણ ઇચ્છા હતી કે, દીકરીના જન્મને પૂરા દિલથી મનાવવામાં આવે. આથી દીકરીને પહેલીવાર હેલકૉપ્ટરથી ઘરે લાવવાની યોજના બનાવવામાં આવી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આપને જણાવી દઇએ કે, દીકરીનો જન્મ ત્રણ માર્ચે નાગોર જિલ્લા હૉસ્પિટલમાં થયો હતો. ત્યારબાદ દીકરી પોતાની મા સાથે પોતાના મોસાળ હરસોલાવ ગામ ચાલી ગઇ હતી. ચાંદવતાથી હરસોલાવ ગામ વચ્ચે 40 કિલોમીટરનું અંતર છે. જેને હેલિકોપ્ટરમાં 10 મિનિટનો સમય લાગ્યો હતો. હનુમાને કહ્યું કે લોકોએ દિકરા દીકરી વચ્ચે ફર્ક ન કરવો જોઇએ.

Next Article