મધ્યપ્રદેશમાં કિશાન મહા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ તમામને મળતું ન હતું. પરંતુ સરકારે નિયમોમાં બદલાવ કરી આ સુવિધા તમામ માટે શક્ય બનાવી છે. સરકાર કોરોનાકાળમાં કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC)ના નિયમોમાં ઢીલ આપી છે. માત્ર ત્રણ ડક્યુમેન્ટ્સના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ તૈયાર થઈ જશે. આ માટે બેન્ક પીએમ કિસાન સમ્માન નિધિના ડેટાનો ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશનના 15 દિવસની અંદર KCC ચાલુ થાય છે. પહેલા KCC બનાવવા પ્રોસેસીંગ ફી, ઈન્સ્પેક્શન અને લેઝર ફોલિયા ચાર્જ આપવો પડતો હતો, સરકાર દ્વારા હવે તેને રદ કરાયો છે. 3 લાખની લોનનો લાભ મળે છે. પહેલા ગેરેન્ટી વગર 1 લાખ રૂપિયાની લોન મળતી હતી, જેની મર્યાદા વધારી 1.60 લાખ રૂપિયા કરી દેવાઈ છે.
કિસાન ક્રેડિટ કાર્ડ કોણ બનાવી શકે છે?
1. ખેતી સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ
2. લોન અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી કેસીસી માટે અરજી કરનાર વ્યક્તિની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 75 વર્ષ હોવી જોઈએ.
3. 60 વર્ષથી વધુ ઉંમરના અરજદારોએ સહ-અરજદાર હોવા આવશ્યક છે. આ અરજદારનો નજીકનો સંબંધી હોઈ શકે છે. સહ અરજદારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી આવશ્યક છે.
KCC માટે જરૂરી દસ્તાવેજો
1. અલગ-અલગ બેન્કો KCC માટે અરજદાર પાસેથી અલગ-અલગ દસ્તાવેજોની માંગ કરે છે, અરજદાર પાસે કેટલાક મૂળ દસ્તાવેજો હોવા આવશ્યક છે.
2. આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, આઈડી પ્રૂફ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ અને સરનામાંના પુરાવા હોવા જોઈએ.
3. અરજી કરવા માટે અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ જરૂરી છે.
આ પણ વાંચો: દીદી તમારી મૂળ પાર્ટી કંઇ હતી ? અમીત શાહનો મમતાને સણસણતો સવાલ
KCC પર વ્યાજ દર
કિસાન ક્રેડિટ કાર્ડ પરનો વ્યાજ દર વાર્ષિક 7% છે. જો લોન એક વર્ષમાં ચૂકવવામાં આવે તો વ્યાજ દરમાં 3 ટકાનો ઘટાડો થાય છે. 2 ટકા સબસિડી પણ આપવામાં આવે છે. ખેડૂતોને વ્યાજના દરમાં 5 ટકાની છૂટ મળે છે.