Farmers Protest: ક્રાંતિકારી કિસાન મોરચાને માઠી લાગી ટિકૈતની વાત, કહ્યું એલાન પૂર્વે અમને પૂછવું જોઈતું હતું

ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતએ શુક્રવારે કહ્યું હતું કે કેટલાક લોકો હિંસા ભડકાવવા માંગે છે. તેથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કોઈ જામ નહીં થાય.

Farmers Protest: ક્રાંતિકારી કિસાન મોરચાને માઠી લાગી ટિકૈતની વાત, કહ્યું એલાન પૂર્વે અમને પૂછવું જોઈતું હતું
Darshan Pal Singh (File Image)
| Edited By: | Updated on: Feb 06, 2021 | 11:24 PM

ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતએ શુક્રવારે કહ્યું હતું કે કેટલાક લોકો હિંસા ભડકાવવા માંગે છે. તેથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કોઈ જામ નહીં થાય. તેના જવાબમાં ક્રાંતિકારી કિસાન મોરચાના દર્શન પાલસિંહે કહ્યું કે ટિકૈતજીએ અમારી સાથે વાત કરવી જોઈતી હતી. તેની બાદ જ કોઈ જાહેરાત કરવાની જરૂર હતી. તેમણે કહ્યું, ‘ટિકૈતજીને લાગ્યું કે હિંસા ઉત્તરાખંડ અને યુપીમાં થઈ શકે છે, આ માટે તેમણે તરત જ પ્રેસમાં નિવેદન આપ્યું. જો કોઈ બીજા લોકો સાથે વાત કરે અને નિવેદન આપે તો સારું થયું હોત. તેમણે પછી અમારી સાથે વાત કરી તેમણે  ઉતાવળમાં આવું ન કરવું જોઈએ.

 

શનિવારે સંયુક્ત કિસાન મોરચાએ ચક્કા જામ વિશે જણાવ્યું હતું કે આખા દેશના ખેડૂત એક છે. સંગઠન વતી  એવું કહેવામાં આવ્યું હતું કે કૃષિ પ્રધાને ગઈકાલે સંસદમાં ખેડૂતોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે માત્ર એક જ રાજ્યના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આજે દેશભરમાં ચક્કાજામએ સાબિત કર્યું કે આખા દેશના ખેડૂતો આ કાયદાની વિરુદ્ધ છે.

 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે વિદેશી હસ્તીઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ ખેડૂતોનો વિરોધ આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો છે. ક્રાંતિકારી ખેડૂત સંઘના નેતા દર્શન પાલસિંહે કહ્યું કે અમે અમારા આંદોલનને ટેકો આપનારા આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો આભાર માનું છું.

 

આ પણ વાંચો: કોરોના રસીકરણનું અભિયાન પુરજોશમાં, સરકાર જલ્દી Co-win Appનું વર્ઝન 2.0 રિલીઝ કરશે