ખેડુત આંદોલન બન્યુ ઉગ્ર, રાકેશ ટિકૈત કરનાલમાં ખેડૂતો સાથે સચિવાલય પહોંચ્યા અને કહ્યું – લડાઈ ચાલુ રહેશે

|

Sep 07, 2021 | 9:28 PM

છેલ્લા કેટલાંક મહીનાઓથી ખેડુતો દ્વારા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ખેડુતો અને સરકાર વચ્ચેની ઘણી બેઠકોનો કોઈ નિષ્કર્ષ નિકળ્યો નથી અને હવે આ આંદોનલ ઉગ્ર બની રહ્યું છે.

ખેડુત આંદોલન બન્યુ ઉગ્ર, રાકેશ ટિકૈત કરનાલમાં ખેડૂતો સાથે સચિવાલય પહોંચ્યા અને કહ્યું - લડાઈ ચાલુ રહેશે

Follow us on

છેલ્લા કેટલાક મહીનાઓથી ચાલી રહેલા ખેડુત આંદોલને હવે ઉગ્ર રૂપ લીધુ છે. તાજેતરમાં મળતી માહીતી મુજબ ખેડૂત નેતાઓ કરનાલમાં સચિવાલય પહોંચી ગયા છે. રાકેશ ટીકૈતે ટ્વિટ કરીને કહ્યું કે, અમે ખેડૂત સાથીઓ સાથે લઘુ સચિવાલય કરનાલ પહોંચ્યા છીએ. પોલીસે ચોક્કસપણે અટકાયત કરી હતી, પરંતુ યુવાનોના ઉત્સાહ સામે પોલીસને જુકવુ પડ્યુ, હું ખેડૂતો સાથે સચિવાલયમાં હાજર છું. લડાઈ ચાલુ રહેશે. ”

કરનાલમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે. અહીં નમસ્તે ચોક ખાતે ખેડૂતોએ બેરીકેડીંગ તોડ્યું હતું. રાકેશ ટીકૈતે કહ્યું, “કરનાલમાં સરકાર ખેડૂતોનું સાંભળી રહી નથી.  ખટ્ટર સરકાર કાં તો અમારી માંગ સાથે સંમત થાય અથવા અમારી ધરપકડ કરે. અમે હરિયાણાની જેલો ભરવા પણ તૈયાર છીએ. આ સાથે ખેડુતો આગળ વધ્યા હતા અને તેમણે દીન દયાળ ઉપાધ્યાય દરવાજો પણ પાર કરી દીધો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ખેડુત નેતાઓની કરવામાં આવી અટકાયત

બીકેયુના નેતા રાકેશ ટિકૈત અને વિરોધ કરી રહેલા ખેડૂતોને હરિયાણાના કરનાલમાં લઘુ સચિવાલય તરફ જતા માર્ગ પર પોલીસ બંદોબસ્તનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે થોડા સમય માટે રાકેશ ટીકૈત અને યોગેન્દ્ર યાદવની અટકાયત પણ કરી હતી.

 

યોગેન્દ્ર યાદવ તરફથી, ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે “કરનાલ વહીવટીતંત્ર સાથે ખેડૂતોની વાતચીત નિષ્ફળ ગઈ છે. પોલીસે નમસ્તે ચોકથી મારી તેમજ રાકેશ ટીકૈત સહિત સંયુક્ત કિસાન મોરચાના તમામ નેતાઓની અટકાયત કરી છે.

આ સાથે જ યોગેન્દ્ર યાદવે એમ પણ જણાવ્યું કે ખેડૂતોના ભારે દબાણ અને પ્રદર્શનને કારણે પોલીસે તમામ સાથીઓને બસોમાંથી ઉતારી દીધા છે. તમામ નેતાઓ પગપાળા આગળ વધી રહ્યા છે.કરનાલમાં ખેડૂતોએ વોટર કેનનનો ઉપયોગ કર્યો હોવાના સમાચાર પણ આવ્યા હતા. રાકેશ ટીકાઈટે ટ્વિટ કરીને કહ્યું, “તમે તૈયાર રહો”.

શું છે મામલો

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહીનાઓથી ખેડુતો સિંધુ બોર્ડર કૃષિ કાયદાઓ અંગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડુતો અને સરકાર વચ્ચે કરવામાં આવેલી ઘણી બેઠકોને અંતે કોઈ નિષ્કર્ષ નિકળી રહ્યો નથી તેમજ કોઈ ઉકેલ પણ નથી આવી રહ્યો.

તાજેતરમાં  ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જીઆઈસી મેદાનમાં કિસાન મહાપંચાયત યોજાઈ હતી. આ મહાપંચાયતમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને બિહારના ખેડૂતો પહોંચ્યા હતા. આ મહાપંચાયત દરમિયાન ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે અલ્લાહુ અકબર અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.

જોકે, ભારતીય જનતા પાર્ટીએ રાકેશ ટિકૈત દ્વારા લગાવાયેલા નારા વિશે કહ્યું છે કે તેઓ લોકોને વિભાજીત કરવાનું કામ કરે છે. તેઓ તોફાનો કરાવવાનું કામ કરે છે પરંતુ આપણે તેમને રોકવા પડશે. આપણે તોડવાનું નહી, પરંતુ જોડવાનું કામ કરવું જોઈએ.

આ પણ વાંચો :  Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

Published On - 5:48 pm, Tue, 7 September 21

Next Article