ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?

દેશમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈને હજુ પણ ગતિરોધ સમાપ્ત થયો નથી. જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ પર  હાલ રોક લગાવીને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?
| Edited By: | Updated on: Jan 14, 2021 | 10:06 PM

દેશમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈને હજુ પણ ગતિરોધ સમાપ્ત થયો નથી. જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ પર  હાલ રોક લગાવીને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે. જો કે આ દરમ્યાન 15 જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાવવાની છે. સરકાર અને ખેડૂતો વચ્ચે  9માં તબક્કાની  મિટિંગ યોજાવવાની છે. ખેડૂતો દ્વારા છેલ્લા 50 દિવસથી ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.  આ દરમ્યાન સરકાર સાથે આઠ વખત મિટિંગ પણ યોજાઈ હતી. જો કે તેમાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

 

આ પૂર્વે  ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે 8 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજી હતી. જેમાં આગામી બેઠક 15 જાન્યુઆરીએ યોજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીના રોજ  ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાને લઈને ચૂકાદો આપ્યો હતો. જેમાં ત્રણ કૃષિ કાયદા પર રોક લગાવવામાં આવી હતી અને આ વિવાદ સમાપ્ત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.

 

જો કે આજે આ કમિટીના એક સભ્ય  અને ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ભુપિન્દર માને પોતાનું નામ પરત લીધું છે અને કહ્યું છે કે તે ખેડૂતોની સાથે છે. જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખુલ્લા મન સાથે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ખેડૂતો સાથે સકારાત્મક ચર્ચાની આશા છે.

 

આ પણ વાંચો: Uttarayan 2021: સ્મૃતિ ઈરાનીએ ખાસ અંદાઝમાં આપી મકરસંક્રાંતિ અને પોંગલની શુભેચ્છાઓ

Published On - 10:02 pm, Thu, 14 January 21