છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને કૃષિ કાયદાઓને (Farm Law) લઈને તમામ માથાકૂટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આખરે શુક્રવારે તેને પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ ભાજપમાં હલચલ મચી ગઈ છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રનો આ નિર્ણય ભાજપ માટે મહત્વપૂર્ણ અને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે.
આ જાહેરાત બાદ કેટલાક નેતાઓ આ નિર્ણયથી ખાસ ખુશ જણાતા ન હતા. આ તે લોકો હતા જેઓ છેલ્લા એક વર્ષથી કૃષિ કાયદાના વખાણ કરીને તેનો બચાવ કરી રહ્યા હતા. જો કે ઘણા નેતાઓએ પણ પીએમ મોદીના આ નિર્ણયને આવકાર્યો હતો અને તેને પીએમ મોદીની છબી બદલવાનો નિર્ણય ગણાવ્યો હતો. તેમના મતે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો આ નિર્ણય પીએમ મોદીની છબી ઉદાર અને સંવેદનશીલ નેતા તરીકે રજૂ કરશે.
ઉત્તર પ્રદેશના એક ભાજપ સાંસદે રાજકીય રીતે આ નિર્ણયનું મહત્વ સમજાવતા કહ્યું કે આનાથી ભાજપને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જમીન મેળવવામાં મદદ મળશે, જ્યાં ખેડૂતો બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ”પંજાબમાં ભાજપે પોતાનો આધાર બનાવવાની જરૂર છે. આ જાહેરાત સાથે જ કેપ્ટન અમરિંદર સિંહ સાથે ગઠબંધનના રસ્તા ખુલ્લા રહેશે. ઉત્તર પ્રદેશમાં આ અમને જાટ સમુદાયમાં ફરી સ્થાપિત કરવામાં મદદ કરશે.”
નેતાઓએ એ પણ ધ્યાન દોર્યું હતું કે ભાજપ અને મોદી નેતૃત્વ સામે શીખ સમુદાયમાં વધી રહેલા રોષનું જોખમ પક્ષ ઉઠાવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં સ્થિતિ અસ્થિર અને અનિશ્ચિત બનતી હોવાથી પાર્ટી નેતૃત્વએ કૃષિ બિલના મુદ્દા પર નિર્ણય લેવો પડ્યો હતો કારણ કે ખાલિસ્તાનીઓ જેવા સ્વાર્થી લોકો સરહદી રાજ્યમાં ભાજપ વિરુદ્ધ શીખોમાં વધી રહેલા તણાવનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે ઉત્તર પ્રદેશના એક ભાજપ નેતાએ કહ્યું કે વડાપ્રધાને દેશને સૌથી પહેલા રાખ્યો છે.
ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પહેલા તાજેતરમાં કેન્દ્ર સરકારે શીખોની તરફેણમાં વધુ એક મોટો નિર્ણય લીધો હતો. જેમાં કેન્દ્રએ 20 મહિનાથી બંધ રહેલા મોટા કરતારપુર કોરિડોરને ખોલવાની મંજૂરી આપી હતી, જેથી શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં કરતારપુર સાહિબના દર્શન કરવા જઈ શકે.
આ પણ વાંચો : PM મોદીએ એરફોર્સને સોંપ્યુ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, જમીનથી લઈને આકાશ સુધી કોઈપણ ટાર્ગેટનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ