Farm Laws: સરકાર અને ખેડૂતો વચ્ચે 11મી રાઉન્ડની બેઠક પૂર્ણ, ‘ખેડૂતો પોતાની માંગ પર અડગ’

|

Jan 22, 2021 | 7:29 PM

શુક્રવારે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદા અંગેની 11મી રાઉન્ડની બેઠકનો અંત આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પણ અનિર્ણિત છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આગામી બેઠક માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી ન હતી.

Farm Laws: સરકાર અને ખેડૂતો વચ્ચે 11મી રાઉન્ડની બેઠક પૂર્ણ, ખેડૂતો પોતાની માંગ પર અડગ

Follow us on

શુક્રવારે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદા અંગેની 11મી રાઉન્ડની બેઠકનો અંત આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પણ અનિર્ણિત છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આગામી બેઠક માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી ન હતી. આજની બેઠકમાં સરકારે યુનિયનને અપાયેલા તમામ સંભવિત વિકલ્પોની સમજ આપી હતી અને કહ્યું હતું કે તેઓ કાયદાને આંતરિક રીતે મુલતવી રાખવાના પ્રસ્તાવ પર ચર્ચા કરે.

 

કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેઓએ તમામ દરખાસ્તો ખેડૂતોને આપી છે, પરંતુ જો ખેડૂતો પાસે કોઈ સારો વિકલ્પ હોય તો તેઓ સરકાર સમક્ષ લાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે કોઈ પરિણામ ન મળતા કૃષિ કાયદાને લગતી વારંવારની બેઠકો અંગે પોતાનું વલણ કડક કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ખેડૂતોને કહ્યું છે કે તેઓને શ્રેષ્ઠ અને છેલ્લી ઓફર આપવામાં આવી રહી છે. આગળ કોઈ ઓફર કરવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

ખેડૂત સંઘોએ પણ આ બેઠકમાં સરકારને કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે. બેઠક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ‘સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે કૃષિ કાયદા 1.5 વર્ષના બદલે 2 વર્ષ મુલતવી રાખીને ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું કે જો આ પ્રસ્તાવ પર ખેડૂત તૈયાર છે તો આવતીકાલે ફરી વાત કરી શકાય છે, સરકાર દ્વારા બીજી કોઈ દરખાસ્ત આપવામાં આવી ન હતી. રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે 26 નવેમ્બરના રોજ સૂચિત ટ્રેક્ટર રેલી પહેલાની જેમ યોજવામાં આવશે. આજની બેઠકમાં કેન્દ્ર સરકારના વલણથી ખેડૂત સંગઠનો રોષે ભરાયા હતા. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા એસ.એસ. પંઢેર જણાવ્યું હતું કે ‘મંત્રીએ અમને સાડા ત્રણ કલાક રાહ જોવડાવી. જ્યારે તેઓ આવ્યા, ત્યારે તેઓએ સરકારની દરખાસ્તો પર વિચાર કરવાનું કહ્યું અને કહ્યું કે તેઓ બેઠકની પ્રક્રિયાને સમાપ્ત કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહેશે.

 

જો કે કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓને આ કાયદાના અમલીકરણને 12-18 મહિના માટે સ્થગિત કરવાના તેના પ્રસ્તાવ પર પુનર્વિચારણા કરવા જણાવ્યું છે. બે માસના લાંબા ગાળાના અંત માટે આજે બંને પક્ષો વચ્ચે 11માં રાઉન્ડની વાતચીત યોજવામાં આવી હતી. બુધવારે યોજાયેલી છેલ્લી રાઉન્ડની વાતચીતમાં સરકારે ત્રણેય કૃષિ કાયદાના અમલને સ્થગિત કરવા અને સમાધાન શોધવા સંયુક્ત સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી હતી.

 

જો કે, ગુરુવારે વિચાર-વિમર્શ પછી ખેડૂત સંઘોએ આ ઓફરને નકારી કાઢવાનો નિર્ણય કર્યો અને આ કાયદાઓને રદ કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની બાંહેધરી પૂરી પાડવાની તેમની બે મુખ્ય માંગણીઓ તરફ વળગી રહ્યા. ખેડૂત નેતા દર્શન પાલે વાતચીતના પહેલા સત્ર પછી કહ્યું હતું કે ‘અમે સરકારને કહ્યું હતું કે અમે કાયદાઓ રદ કરવા સિવાય અન્ય કંઈપણ વાત સાથે સંમત નહીં થઈએ. પરંતુ મંત્રીએ અમને અલગથી ચર્ચા કરવા અને કેસ પર પુનર્વિચારણા કરવા અને નિર્ણય કહેવા કહ્યું. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ‘અમે સરકાર સમક્ષ અમારી સ્થિતિ સ્પષ્ટ કહી દીધી છે કે અમે કાયદાઓને રદ કરવા માગીએ છીએ, મુલતવી નહીં. પ્રધાન (નરેન્દ્રસિંહ તોમર) એ અમને અમારા નિર્ણય પર પુનર્વિચારણા કરવા કહ્યું.’

 

આ પણ વાંચો: KUTCH : રાપર-ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો નોંધાયો, 3.7ની તિવ્રતા નોંધાઇ

Next Article