ભારતની બેંકોના 9 હજાર કરોડનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી જનારા વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો, બ્રિટન કોર્ટે ભારત પરત લાવવા આપી લીલીઝંડી

ભારતીય બેંકના 9 હજાર કરોડ રુપિયાનું ફૂલેકુ ફેરવીને વિદેશ ભાગી જનારા વિજય માલ્યાને હવે જલદીથી ભારત લાવી શકાશે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા વિજય માલ્યાના પ્રત્યાપર્ણને લઈને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે બ્રિટનની કોર્ટમાં કેસ ચાલતો હતો જેમાં હવે કોર્ટ દ્વારા વિજય માલ્યાના ભારત પ્રત્યાપર્ણને મંજૂરી આપી દેવામાં આવી […]

ભારતની બેંકોના 9 હજાર કરોડનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી જનારા વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો, બ્રિટન કોર્ટે ભારત પરત લાવવા આપી લીલીઝંડી
| Updated on: Feb 04, 2019 | 4:52 PM

ભારતીય બેંકના 9 હજાર કરોડ રુપિયાનું ફૂલેકુ ફેરવીને વિદેશ ભાગી જનારા વિજય માલ્યાને હવે જલદીથી ભારત લાવી શકાશે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા વિજય માલ્યાના પ્રત્યાપર્ણને લઈને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે બ્રિટનની કોર્ટમાં કેસ ચાલતો હતો જેમાં હવે કોર્ટ દ્વારા વિજય માલ્યાના ભારત પ્રત્યાપર્ણને મંજૂરી આપી દેવામાં આવી છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં કોર્ટે આ બાબતે મંજુરી આપી છે. વિજય માલ્યા પાસે કોર્ટમાં અપીલ કરવા માટે હજી 14 દિવસનો સમયગાળો છે જેમાં તે આ પ્રત્યાપર્ણને લઈને અપીલ કરી શકે છે.

TV9 Gujarati

 

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા ભારતની પંજાબ નેશનલ બેંક સહિત અન્ય બેંકના 9 હજાર કરોડ લઈને ફરાર છે. ભારત સરકારની વિવધ એજન્સીઓ દ્વારા વિજય માલ્યાને ભારત પરત લાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો 14 દિવસમાં વિજય માલ્યા કોર્ટમાં અપીલ નહીં કરે તો તેને ભારત પરત લાવવાનો રસ્તો સાફ થઈ જશે.

[yop_poll id=1083]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]