New Delhi: મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે કેવી રીતે દુનિયાએ આપણને સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય માનવા લાગી છે. તેમણે કહ્યું કે ચીનની CPECની નિષ્ફળતા અથવા આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને હરાવવું એ ભારતની મોટી સફળતા છે. વિશ્વ હવે ખરેખર માનવા લાગ્યું છે કે આપણે આંતરરાષ્ટ્રીય છીએ. વિશ્વનો મોટો હિસ્સો ભારતને વિકાસના ભાગીદાર તરીકે જોવા લાગ્યું છે. તેમનો ભારત પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો વધ્યો છે.
આ પણ વાચો: Ahmedabad: ચીન સાથે ભારતના સંબંધો પર એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, ડ્રેગનની મનસાનો કર્યો ખુલાસો
આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિદેશ મંત્રીએ ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે બાંગ્લાદેશ સાથેની સરહદ એગ્રીમેન્ટે પૂર્વોત્તરમાં વિકાસના માર્ગો ખોલ્યા છે. ચીન સાથે સીમા પર જેવી રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે અથવા તો પાકિસ્તાનને આતંકવાદ મામલે જે રીતે નીચે પાડવામાં સફળતા મળી છે તેનાથી દેશની સુરક્ષા મજબૂત થઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતની વિદેશ નીતિની સફળતાને બે રીતે પરખવામાં આવે છે. પહેલું એ કે દુનિયા ભારતને કઈ નજરે જોવે છે અને બીજું એ કે ભારતીઓના જીવન પર વિદેશ નીતિનો શું પ્રભાવ પડ્યો છે. ભારત દ્વારા 78 દેશોમાં 600થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. કોરોના સમયગાળાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ઘણા દેશોએ પોતાના નાગરિકોને પોતાના હાલ પર છોડી દીધા હતા, જ્યારે ભારતે ઓછામાં ઓછા 70 લાખ લોકોને વિદેશથી પરત લાવ્યા હતા.
સેમી-કન્ડક્ટર ચિપ્સના ક્ષેત્રનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે આ ક્ષેત્રમાં 40,000થી વધુ ભારતીય એન્જિનિયરો કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે QUADની સ્થાપના 2008માં થઈ હતી પરંતુ તે પછી તે દબાણમાં આગળ વધી શક્યું ન હતું, પરંતુ 2018માં અમે કોઈપણ પ્રકારના દબાણ સામે ઝૂક્યા નહીં અને QUAD2ને સાકાર થઈ શક્યું છે. QUAD, I2U2, SCO જેવી સંસ્થાઓ નવ વર્ષમાં ભારતીય વિદેશ નીતિની સિદ્ધિઓ છે. QUAD એ આપણી સ્વતંત્ર વિદેશ નીતિનું ઉત્તમ ઉદાહરણ છે.
પાસપોર્ટ સેન્ટરને લઈ એસ જયશંકરે કહ્યું કે 2014માં માત્ર 77 પાસપોર્ટ સેન્ટર હતા, જેની સામે અત્યારે વધીને તેની સંખ્યા વધીને 500ને પાર થઈ છે. ભારત હવે દર વર્ષે લગભગ 1 કરોડ 40 લાખ પાસપોર્ટ જાહેર કરે છે. તેમણે કહ્યું કે ભારત એવો પહેલો G20 અધ્યક્ષ દેશ છે, જેણે અન્ય દેશો સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો અને 125 દેશોએ તેમની પ્રતિક્રિયા આપી કારણ કે તેમને અમારામાં વિશ્વાસ છે.