દેશમાં Remdesivir ઇન્જેક્શન, Remdesivir APIની નિકાસ પર પ્રતિબંધ લગાવાયો, જાણો સરકારે શું આદેશો આપ્યાં

|

Apr 11, 2021 | 6:59 PM

રાજ્ય સહીત દેશમાં Remdesivir ઇન્જેક્શનની ભારે માંગ છે, કોરોનાની સારવારમાં આ ઇન્જેક્શન જરૂરી છે.

દેશમાં Remdesivir ઇન્જેક્શન, Remdesivir APIની નિકાસ પર પ્રતિબંધ લગાવાયો, જાણો સરકારે શું આદેશો આપ્યાં
રચનાત્મક તસ્વીર

Follow us on

ભારત સરકારે દેશનાથી Remdesivir ઇન્જેક્શન, Remdesivir APIની નિકાસ પર પ્રતિબંધ અલ્ગાવી દીધો છે. કોરોનાની સારવારમાં આ ઇન્જેક્શન જરૂરી છે. રાજ્ય સહીત દેશમાં Remdesivir ઇન્જેક્શનની ભારે માંગ છે, ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોમાં રેમડેસીવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહેશે એવી આશા સેવાઈ રહી છે.

Remdesivir, Remdesivir APIની નિકાસ પર પ્રતિબંધ
દેશમાં કોરોનાના નવા કેસોમાં વિક્રમજનક વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે Remdesivir ઇન્જેક્શન, Remdesivir API (Active Pharmaceutical Ingredients) નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના જણાવ્યા મુજબ દેશના કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. આ સાથે દવાખાનાઓ અને દર્દીઓ માટે આ દવા સરળતાથી મળી રહે તેવા પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

ઉત્પાદકોને સરકારે શું આપ્યા આદેશો?
સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના તમામ સ્થાનિક ઉત્પાદકોને આદેશ આપ્યો છે કે તેઓ પોતાની વેબસાઈટ પર તેમના તમામ ડિસ્ટ્રિબ્યુટર અને સ્ટોકિસ્ટની માહિતી પ્રકાશિત કરે જેથી દર્દીઓ અને હોસ્પિટલો દવા સરળતાથી મેળવી શકે. આ સાથે અધિકારીઓને Remdesivir ઇન્જેક્શનના બિનજરૂરી સંગ્રહ અને કાળાબજાર પર નજર રાખવા અને તેને રોકવા માટે કડક પગલા ભરવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યોના આરોગ્ય સચિવ સતત પરિસ્થિતિની સમીક્ષા કરશે. ફાર્મા વિભાગ ઉત્પાદન વધારવા સથાનિક ઉત્પાદકો સાથે ચર્ચામાં છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ પગલાથી દવાઓનો અભાવ દૂર થશે અને હોસ્પિટલો અને દર્દીઓ માટે Remdesivir ઇન્જેક્શન સરળતાથી મળી રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરોના ઉપચારમાં મહત્વની દવા છે
રેમડેસીવીર ઈબોલા વાયરસ રોગ અને કોવિડ -19 ની સારવાર માટેની એક એન્ટિ-વાયરલ દવા છે, રેમડેસીવીર એ ફાર્માસ્યુટિકલ સોલ્યુશન છે, જે ઇન્જેક્શન અને દવા રૂપે આપવામાં આવે છે. રેમડેસીવીર ઇન્જેક્શનના વપરાશથી કોરોનાથી થતા મૃત્યુદર ઘટાડી શકાતા નથી પણ દર્દીના હોસ્પિટલમાં સ્ટેને ઘટાડી શકાય છે. જેમને ફેફસામાં સમસ્યા થઈ હોય, જેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય, સતત તાવ આવતો હોય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન રહેતું હોય એવા દર્દીઓએ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન બાદ જ આ ઈન્જેકશન લેવું જોઈએ. જરૂર વગર રેમડેસીવીર ઈન્જેક્શન લેવામાં આવે તો તેની સાઈડ ઇફેક્ટ થઇ શકે છે, દર્દીના શરીરમાં સુગર લેવલ વધી જાય છે, લીવર પર આડઅસર થાય છે.

Next Article