દેશના રાજકારણમાં વધુ એક ‘પુસ્તકે’ ઘટસ્ફોટ કર્યો છે. હાલમાં એક પુસ્તકે રાજકારણ હચમચાવી દીધું છે. મનમોહન સિંહ સરકારમાં કેબિનેટ સચિવ રહેલા કે.એમ. ચંદ્રશેખરની પુસ્તક ‘એજ ગુડ એજ માય વર્ડ:એ મેમોયર’માં ઘણા વિસ્ફોટક ખુલાસા કર્યા છે. તેમને લખ્યું છે કે યૂપીએ કાર્યકાળમાં ગેસની કિંમતો નક્કી કરવાના મામલે કથિત રીતે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ‘ફેવર’ કર્યુ છે. આ સનસનીખેજ દાવા પર ટીવી9એ કે.એમ.ચંદ્રશેખર સાથે ખાસ વાતચીત કરી.
પ્રશ્ન: તમે તમારી પુસ્તકમાં લખ્યું છે કે ગેસના ભાવ ઓછા થઈ શકતા હતા. ઓછા ભાવમાં સરકાર ગેસ ખરીદી શકતી હતી પણ કોર્પોરેટ હાઉસનું દબાણ હતું. તેની ભલામણના આધાર પર સમર્થન આપવામાં આવ્યું. ત્યારબાદ ગેસના ભાવ વધી ગયા અને વધતા ભાવે સરકારે ગેસ ખરીદ્યો?
જવાબ: હું તે સમયે કેબિનેટ સચિવ હતો. ત્યારે જ આ બધુ શરૂ થઈ ગયું હતું. મને કહેવામાં આવ્યું કે રિપોર્ટ બનાવો અને મેં તેને વાંચ્યો. જોયું કે કોર્પોરેટ હાઉસે 2.5 ડોલરમાં ટેન્ડર લઈ લીધું હતું, તેમને એક કરાર પણ કર્યો હતો પણ એક નવું ફોર્મ્યુલા આવી ગયું. ચાર ડોલરથી વધુ અને મેં કહ્યું કે આવું ન કરવું જોઈએ.
પ્રશ્ન: સર કઈ ડીલ હતી તે? જેના વિશે તમે પુસ્તકમાં લખ્યું? કયુ કોર્પોરેટ હાઉસ હતું, જેને ગેસ ડીલમાં UPA સરકારને પ્રભાવિત કરી?
જવાબ: એ જ તો મેં પુસ્તકમાં જણાવ્યું. મુકેશ અંબાણીની ડીલ હતી.
ત્યારે હવે પ્રશ્ન એ છે કે આટલા વર્ષો બાદ આ ખુલાસાની કેમ જરૂર પડી, જ્યારે તે સમયે ખુદ કે.એમ.ચંદ્રશેખર કેબિનેટ સચિવ હતા.
પ્રશ્ન: તમે જે પુસ્તક લખ્યું, તે પુસ્તકમાં ઘણા વિવાદિત મુદ્દા છે, તમને પુસ્તક લખતા સમયે સંકોચ ના થયો? કારણ કે તમે તે સમયે કેબિનેટ સચિવ હતા અને તમામ પાસાઓ તમારી સામે હતા.
જવાબ: જે પણ મેં લખ્યું છે તે ન્યૂટ્રલ થઈને લખ્યું, બંને સરકાર વિશે મેં લખ્યું છે. તેમાં જાણી જોઈને વિવાદને જન્મ આપ્યો નથી, જે થયું મેં માત્ર તે લખ્યું છે. એટલે નથી લખ્યું કે વિવાદ ઉભો થાય, જે થયું છે તે સાચુ જ બોલવું પડશે.