કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Narendra Modi) ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે અને તેનાથી સામાન્ય માણસને માત્ર રાહત જ નહીં મળે પરંતુ મોંઘવારી પણ ઘટશે. શાહે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરીને લોકોને વધુ રાહત આપવાનું પ્રશંસનીય કામ કર્યું છે.
શાહે ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા બાદ પણ રાહત આપવામાં આવી છે જે ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે. આ માટે હું મોદીજીનો આભાર માનું છું.
प्रधानमंत्री @narendramodi जी ने पेट्रोल व डीजल पर Excise Duty घटाकर उनकी कीमत को क्रमशः ₹5 व ₹10 कम करके दीपावली पर आम जनता को बहुत बड़ी राहत दी है।
अंतरराष्ट्रीय स्तर पर बढ़ी कीमतों के बाद भी दी गयी ये राहत बहुत ही संवेदनशील निर्णय है।इसके लिए मोदीजी का आभार व्यक्त करता हूँ।
— Amit Shah (@AmitShah) November 4, 2021
મોંઘવારી પણ ઘટશે
ગૃહમંત્રીએ કહ્યું કે દેશને વડાપ્રધાનની આ ‘દિવાળી ગિફ્ટ’થી સામાન્ય માણસને તો રાહત મળશે જ, પરંતુ મોંઘવારી પણ ઘટશે. ઈંધણના રેકોર્ડ ઊંચા છૂટક ભાવથી ગ્રાહકોને રાહત આપવા કેન્દ્રએ બુધવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. બીજેપી શાસિત કેટલાક રાજ્યો ઉપરાંત, બિહારે પણ વેટના દરમાં ઘટાડો કર્યો છે જ્યાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. તેનાથી ગ્રાહકોને વધુ રાહત મળી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ટ્વિટ કર્યું હતું
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, ‘દિવાળીની પૂર્વસંધ્યાએ, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, તેમની કિંમતોમાં અનુક્રમે 10 રૂપિયા અને 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જનતાને મોટી રાહત આપવામાં આવી છે. હું આ નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું.
રાજનાથ સિંહે કહ્યું, મોદીજી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ તો હળવો થશે જ, પરંતુ મોંઘવારી પર અંકુશ લાવવામાં પણ મોટી મદદ સાબિત થશે. આ નિર્ણયની અર્થવ્યવસ્થા પર પણ સકારાત્મક અસર પડશે. જનહિતમાં લીધેલા આ સાહસિક નિર્ણય બદલ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી