તેજપ્રતાપ યાદવે કરી કળા, ઓફિસમાં વાંસળી વગાળતો Video Viral

|

Sep 16, 2022 | 2:29 PM

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ તેમની અલગ શૈલી માટે જાણીતા છે. તેજ પ્રતાપ યાદવનો પોતાનો સ્વેગ છે. જેના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.

તેજપ્રતાપ યાદવે કરી કળા, ઓફિસમાં વાંસળી વગાળતો Video Viral
Tejpratap Yadav

Follow us on

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ તેમની અલગ શૈલી માટે જાણીતા છે. તેજ પ્રતાપ યાદવનો પોતાનો સ્વેગ છે. જેના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) ક્યારેક ભગવાન શિવના રૂપમાં તપસ્યા કરતા જોવા મળે છે તો ક્યારેક ભગવાન કૃષ્ણની જેમ વાંસળી વગાડતા જોવા મળે છે.આ વખતે તેજ પ્રતાપ પોતાની સરકારી ઓફિસમાં વાંસળી વગાળતા નજરે પડ્યા હતા. આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, લોકો તેજપ્રતાપના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.


તેજ પ્રતાપ તેમની અદમ્ય શૈલી માટે જાણીતા છે

તેજ પ્રતાપ યાદવ તેમની અદમ્ય શૈલી માટે પણ જાણીતા છે. બિહારમાં નવી સરકારની રચના બાદ નીતિશ કુમારે તેજ પ્રતાપ યાદવને વન મંત્રાલયની જવાબદારી સોંપી છે. તેજ પ્રતાપ યાદવને પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ છે. કદાચ આ જ કારણ છે કે તેજસ્વી યાદવે પોતાના મોટા ભાઈને વન મંત્રાલયમાં મંત્રી બનાવ્યા છે. જ્યારે પ્રસંગ છે કૃષ્ણ જન્માષ્ટમીનો, તો આજની કથામાં અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

તેજ પ્રતાપ તેજસ્વી કરતાં વધુ હેડલાઇન્સમાં રહે છે

તેજ પ્રતાપ યાદવ પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આજે તેજ પ્રતાપ યાદવ બિહારમાં મોટા હોદ્દા પર છે, પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેજ પ્રતાપ યાદવે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે બે ભોજપુરી ફિલ્મોમાં ધનસુનું પાત્ર ભજવ્યું છે.

તેજ પ્રતાપ યાદવે મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી છે

તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવે ભોજપુરી ફિલ્મ ‘અપરાન ઉદ્યોગ’માં મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં આ ફિલ્મમાં એક બાળકનું અપહરણ થાય છે. જે બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન તેજ પ્રતાપ મુખ્યમંત્રીની ભૂમિકામાં દેખાયા હતા અને બિહારમાં ગુનાખોરી રોકવા વિશે વાત કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ રાજગીર અને પટનામાં થયું હતું. આ ફિલ્મમાં તેજ પ્રતાપ યાદવ ઉપરાંત ભોજપુરીના પ્રખ્યાત ગાયક છોટુ છલિયા, અભિનેતા વીરેન્દ્ર કુમાર, કિશન ચૌધરી, અભિનેત્રી દીક્ષા ચૌધરી, સંગીતા અને પિંકી સિંગા પણ સામેલ હતા.

તેજ પ્રતાપ યાદવ લાલુ યાદવના મોટા પુત્ર છે

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના પુત્ર તેજ પ્રતાપ યાદવનો જન્મ 16 એપ્રિલ 1987ના રોજ ગોપાલગંજમાં થયો હતો. તેજ પ્રતાપને 8 ભાઈ-બહેન છે. તેણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે તેનો નાનો ભાઈ તેજસ્વી યાદવ માત્ર 9મા ધોરણ સુધી જ ભણ્યો છે.

Next Article