ભલે ડ્રાઈવર નશામાં હોય, વીમાકર્તા ત્રીજા પક્ષને પૈસા ચૂકવા માટે જવાબદાર: હાઈકોર્ટ

કેરળ હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન જણાવ્યું કે, વીમા કંપની મોટર દુર્ઘટનામાં પીડિતને નુકશાન આપવામાં માટે જવાબદાર છે, ભલે તે ચાલક નશાની હાલતમાં વહાન ચલાવીને વીમાની પોલીસીની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય.

ભલે ડ્રાઈવર નશામાં હોય, વીમાકર્તા ત્રીજા પક્ષને પૈસા ચૂકવા માટે જવાબદાર: હાઈકોર્ટ
Kerala High Court
Image Credit source: File photo
| Edited By: | Updated on: Feb 02, 2023 | 4:05 PM

કેરળ હાઈકોર્ટ હાલમાં એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કેરળ હાઈકોર્ટનું આ નિવેદન હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યુ છે. કેરળ હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન જણાવ્યું કે વીમા કંપની મોટર દુર્ઘટનામાં પીડિતને નુકશાન આપવામાં માટે જવાબદાર છે, ભલે તે ચાલક નશાની હાલતમાં વહાન ચલાવીને વીમાની પોલીસીની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય.

આ કેસ એક રિક્ષા ચાલકનો છે. અપીલકર્તા જે વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે તે હાલમાં કારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. તે ઉતાવળ અને બેદરકારીથી વહાન ચલાવી રહ્યો હતો. તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સાત દિવસ સુધી સારવાર ચાલી હતી. ડિસ્ચાર્જ થયા બાદ પણ તેણે છ મહિના આરામ કરવો પડ્યો હતો.

જે બાદ તેણે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ પાસેથી 4,00,000ના વળતરનો દાવો કર્યો હતો. ટ્રિબ્યુનલે માત્ર રૂ.2,40,000/-નું વળતર આપ્યું હતું. તેમની કલ્પિત આવક રૂ.7,500/- નક્કી કરવામાં આવી હતી અને કમાણી ખોટનું મૂલ્યાંકન માત્ર છ મહિના માટે કરવામાં આવ્યું હતું. અપીલકર્તાએ દાવો કર્યો હતો કે તેણે રૂ. 12,000ની માસિક આવક મેળવી હતી અને આ સંદર્ભમાં જ અપીલ પસંદ કરવામાં આવી હતી.

કેરળ કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ મેરી જોસેફની સિંગલ જજ બેન્ચે અવલોકન કર્યું હતું કે “નિઃશંકપણે, જ્યારે ડ્રાઈવર નશાની સ્થિતિમાં હોય છે, ત્યારે તેની ચેતના અને સંવેદનાઓ નબળી પડી જાય છે, જે તેને વાહન ચલાવવા માટે અયોગ્ય બનાવે છે. જોકે પોલિસી હેઠળની જવાબદારી વૈધાનિક પ્રકૃતિની છે અને તેથી કંપનીને પીડિતને વળતર ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.”

કોર્ટે બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ડેપ્યુટી મેનેજર મંજુ દેવીના કેસમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એવું માનવામાં આવતું હતું કે ડ્રાઈવર દારૂના નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો તો પણ વીમા કંપની તેની જવાબદારીમાંથી સંપૂર્ણપણે છટકી શકતી નથી, કારણ કે જ્યાં સુધી તૃતીય પક્ષ સંબંધિત છે, ત્યાં સુધી વીમા કંપનીને વળતરની ચૂકવણીમાંથી મુક્તિ આપવાનું કારણ નથી.

આમ, એવું માનવામાં આવ્યું હતું કે વર્તમાન કિસ્સામાં વીમા કંપનીએ શરૂઆતમાં અપીલકર્તા/દાવેદારને વળતર ચૂકવવું પડશે, બાદમાં તે વાહન માલિક અને ડ્રાઈવર પાસેથી તે જ વસૂલ કરી શકશે. આજ કેસનો ઉલ્લેખ કરીને કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.