રિટાયરમેન્ટના 8 મહિના પછી પણ પૂર્વ CJI ચંદ્રચુડે બંગલો ખાલી ન કર્યો, સુપ્રીમ કોર્ટે સરકારને પત્ર લખ્યો

2 વર્ષ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રહ્યા બાદ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024માં રિટાયર થયા હતા. પદ પર રહેતા હતા. ત્યારે તેમણે મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાન તરીકે 5 કૃષ્ણ મેનન માર્ગ બંગલો મેળ્યો હતો. તેઓ હજુ પણ એ જ બંગલામાં રહે છે.

રિટાયરમેન્ટના 8 મહિના પછી પણ પૂર્વ CJI ચંદ્રચુડે બંગલો ખાલી ન કર્યો, સુપ્રીમ કોર્ટે સરકારને પત્ર લખ્યો
| Updated on: Jul 06, 2025 | 2:32 PM

સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના અત્યાર સુધી સરકારી નિવાસસ્થાનમાં રહેવા પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટ પ્રશાસને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને ચંદ્રચુડને નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નિયમો અનુસાર, નિવૃત્તિ પછી કોઈ પણ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી સરકારી નિવાસસ્થાનમાં રહી શકતું નથી.

બંગલામાં રહેવાની પરવાનગી

2 વર્ષ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રહ્યા બાદ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024થી નિવૃત થયા હતા.આ પદ પર રહેતા તેમણે ચીફ જસ્ટિસના મકાન 5 કૃષ્ણ મેનન માર્ગ બંગલો મળ્યો હતો. નિવૃત્તિ પછી તેમને નિયમો મુજબ કામચલાઉ નિવાસ તરીકે ટાઇપ 7 બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તે સુપ્રીમ કોર્ટ પ્રશાસનને વિનંતી કરીને, તેમણે 30 એપ્રિલ 2025 સુધી 5 કૃષ્ણ મેનન માર્ગ બંગલામાં રહેવાની પરવાનગી મેળવી. આ સમયગાળો પૂર્ણ થયા પછી પણ, વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ તેમને 31 મે સુધી નિવાસસ્થાનમાં રહેવાની મંજૂરી આપી હતી.

SC સરકારને પત્ર લખ્યો

સુપ્રીમ કોર્ટે પ્રશાસન તરફથી લખેલા પત્ર મુજબ રિટાયરમેન્ટના 8 મહિના બાદ પણ ચંદ્રચૂડે બંગલો ખાલી કર્યો નથી. તેની વિંનતી પર સુપ્રીમ કોર્ટે 31 મે સુધી બંગલામાં રહેવાની પરવાનગી આપી હતી. હવે આ સમય પણ પૂર્ણ થઈ ગયો છે. નવા જજને મકાન આપવામાં સમસ્યા થઈ રહી છે. ત્યારે પૂર્વ સીજેઆઈ પાસેતી જલ્દી બંગલો ખાલી કરાવવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, 5 કૃષ્ણ મેનન માર્ગ સત્તાવાર રીતે ચીફ જસ્ટિસનું નિવાસસ્થાન છે, પરંતુ ચંદ્રચુડ પછી ચીફ જસ્ટિસ બનેલા સંજીવ ખન્ના અને વર્તમાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ તે જ ઘરમાં ચાલુ રહેવાનું યોગ્ય માન્યું જેમાં તેઓ અત્યાર સુધી રહેતા હતા. આ કારણોસર પણ ચંદ્રચુડને લાંબા સમય સુધી સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવાની તક મળી.

ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના

તમને જણાવી દઈએ કે, સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે. તેમણે દિલ્હીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.જસ્ટિસ સંજીવ ખન્નાની કાનૂની કારકિર્દી ચાર દાયકાથી વધુ લાંબી છે. વર્ષ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા. આ પછી તેણે દિલ્હી હાઈકોર્ટ જતા પહેલા દિલ્હીની તીસ હજારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી.જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અહી ક્લિક કરો