જમ્મૂ કાશ્મીર (Jammu-Kashmir) માં સુરક્ષાદળો આતંકીઓની સફાઈ કરવામાં લાગ્યા છે. ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. કુલગામ (Kulgam)માં ચાલી રહેલી અથડામણમાં સેનાના 3 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે પોલીસનો એક જવાન આ અથડામણમાં શહીદ થયો છે. અથડામણ કુલગામના પરિવાન વિસ્તારમાં ચાલી રહી છે.
#KulgamEncounterUpdate: One police personnel SgCt Rohit Chhib killed attained martyrdom; 1 JeM terrorist killed. 3 Army soldiers injured. 2 civilians also received minor injuries. Operation continues: IGP Kashmir
— ANI (@ANI) January 12, 2022
ઘાટીમાં આતંકવાદીઓ તેમના નાપાક ષડયંત્રો દ્વારા સતત આતંકવાદી હુમલાઓ કરી રહ્યા છે. તેના કારણે સેના આતંકીઓનો સફાયો કરવામાં લાગી છે. કાશ્મીરના આઈજીપીએ અથડામણ વિશે જાણકારી જણાવ્યું કે તેમાં એક પોલીસકર્મી રોહિત છિબ શહીદ થયા છે, જ્યારે સેનાના 3 જવાન પણ ઘાયલ થયા છે. તે સિવાય અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે.
આ પહેલા રવિવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એકની ઓળખ અલ-બદ્રના આતંકી ઈમાદ વાની તરીકે થઈ હતી. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે વાની ગયા વર્ષે 19 ડિસેમ્બરે પુલવામામાં પોલીસકર્મી મુશ્તાક વાગે પર હુમલામાં સામેલ હતો. આ હુમલામાં વાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અથડામણ રવિવારે સાંજે શરૂ થઈ હતી.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ કુલગામ જિલ્લાના હસનપુરા ગામમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળી ચલાવી, ત્યારબાદ સુરક્ષાદળે જવાબી કાર્યવાહીમાં ગોળીઓ ચલાવી અને અથડામણ શરૂ થઈ ગઈ. અથડામણ થયેલા સ્થળ પરથી હથિયારો અને દારૂગોળા સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.
Published On - 11:42 pm, Wed, 12 January 22