મા તો મા હોય… એક શહીદની માતાનો અત્યંત ભાવુક કરી દેનારો વીડિયો, વ્હાલસોયાને ઠંડીથી બચાવવા પુત્રની મૂર્તિને ઓઢાડી આવી બ્લેન્કેટ- Video

જમ્મુ કાશ્મીરમાં એક શહીદની માતાનો અત્યંત ભાવુક કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. દેશની સરહદની સુરક્ષા કરી રહેલો એક જવાન આતંકીઓ સામે લડત લડતા વીરગતિને પામ્યો. તેનુ નામ કોન્સ્ટેબલ ગુરનામ સિંહ હતુ. આ શહીદની માતાએ તેના પૂત્રને કડકડતી ઠંડીમાં બચાવવા માટે તેની મૂર્તિને બ્લેન્કેટ ઓઢાડ્યુ છે. જે એક માતાનું વ્હાલસોયા દીકરા પ્રત્યેનું વાત્સલ્ય બતાવે છે.

મા તો મા હોય... એક શહીદની માતાનો અત્યંત ભાવુક કરી દેનારો વીડિયો, વ્હાલસોયાને ઠંડીથી બચાવવા પુત્રની મૂર્તિને ઓઢાડી આવી બ્લેન્કેટ- Video
| Updated on: Jan 10, 2026 | 7:14 PM

BSF કોન્સ્ટેબલ ગુરનામ સિંહે 2016 માં હીરાનગર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સ્નાઈપરની ગોળી વાગતાં તેઓ વીરગતિ ને પામ્યા હતા. તેમની શહાદતની યાદમાં જમ્મુ-કાશ્મીરના આરએસપુરામાં તેમનું એક પ્રતિમા બનાવવામાં આવ્યું છે. આ મૂર્તિ પર તેમની માતા જસવંત કૌરે શુક્રવારે પુત્રની મૂર્તિને ઠંડીથી બચાવવા બ્લેન્કેટથી ઓઢાડ્યુ હતુ.

માતાનો પોતાના શહીદ પુત્રની પ્રતિમાને ધાબળાથી ઢાંકી દેવાનો એક વીડિયો સામે આવ્યો છે, જેનાથી લોકોમાં મિશ્ર લાગણી જોવા મળી છે. જે પણ લોકોએ આ વીડિયો જોયો તેઓ ભાવુક થયા વિના રહી ન શક્યા. પુત્રની પ્રતિમાને બ્લેન્કેટ ઓઢાડ્યા પછી જસવંત કૌરે કહ્યું કે ગુરનામ ફક્ત યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિક નહોતા. તે તેમનો જીવિત પુત્ર હતો, જે હંમેશા તેમના હૃદયમાં રહેશે.

તેમણે કહ્યું, “હું એક માતા છું, અને આ કડકડતી ઠંડીમાં, જ્યારે આપણે પોતાને ગરમ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ, ત્યારે હું મારા પુત્રની પ્રતિમાને આ હાડ થિજાવી દેનારી ઠંડીમાં ખુલ્લો કેવી રીતે છોડી શકું?” 21-22 ઓક્ટોબર, 2016 ની રાત્રે હીરા નગર સેક્ટરમાં પાકિસ્તાની હુમલાથી ભારતની સરહદોનું રક્ષણ કરતી વખતે ગુરનામને ગોળી વાગી હતી. તેમનું સ્નાઈપરની ગોળીથી શહીદ થયા હતા, પરંતુ તેઓદેશની યાદોમાં હંમેશા જીવંત રહેશે.

મૃત્યુ પહેલાં, ગુરનામે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, એક આતંકવાદીને મારી નાખ્યો અને જ્યારે અન્ય ત્યાંથી ભાગી ગયા હતા. ભારે ગોળીબારની આડમાં પાકિસ્તાની સેના આતંકવાદીઓના એક જૂથને ભારતીય સીમામાં ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ સતર્ક ગુરનામ એક દિવાલની જેમ ઉભા રહ્યા અને આતંકવાદીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

આક્રમણકારોએ સોમનાથ મંદિરને 7-7 વાર તોડ્યુ પરંતુ કરોડો સનાતનીઓની આસ્થાને ન તોડી શક્યા– હુમલાના 1000 વર્ષ પૂર્ણ, વાંચો- દિવ્ય સોમનાથના જિર્ણોદ્ધારની કથા

 

 

Published On - 7:06 pm, Sat, 10 January 26