Karnataka: કર્ણાટકમાં ટ્રેનિંગ દરમિયાન એક ટ્રેનિંગ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગને (Emergency Landing) કારણે વિમાનમાં સવાર બંને પાઈલટને ઈજા થઈ છે અને તેમને સારવાર માટે એરફોર્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારના એક દિવસ પહેલા પણ ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરને મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ દ્વારા લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વાયુસેનાએ જણાવ્યું કે ઇમરજન્સી લેન્ડિંગના થોડા કલાકો બાદ વિમાનને રિપેર કરીને મોકલવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં બે કર્મચારીઓ સવાર હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
જો કે આજની ઘટના કર્ણાટકની છે, જ્યાં રેડબર્ડ એવિએશનના બે સીટર ટ્રેનિંગ એરક્રાફ્ટનું બેલાગવીના સાંબ્રા એરપોર્ટ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે આ દરમિયાન બંને પાઈલટને સામાન્ય ઈજા થઈ છે. બંને પાયલોટને એરફોર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટ અને એક તાલીમાર્થી પાયલટને લઈને આ તાલીમી વિમાને આજે સવારે 9.30 વાગ્યે બેલાગવીના સાંબ્રા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જોકે, ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને તેને બેલાગવી જિલ્લાના હોનિહાલા ગામમાં એક ખેતરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તે બેલાગવીમાં ફ્લાઇટ ટ્રેનિંગ સેન્ટરના ટ્રેનર્સ માટેનું પ્રશિક્ષણ વિમાન હતું.
Karnataka | A two-seater training aircraft, reportedly belonging to Redbird Aviation, made an emergency landing near Sambra airport in Belagavi. The landing was prompted by technical glitches encountered during the flight. Both pilots sustained minor injuries and have been… pic.twitter.com/kAkbjfviCg
— ANI (@ANI) May 30, 2023
આ પણ વાંચો : 9 Years Of Modi Government: દરેક નિર્ણય, દરેક પગલું જનતા માટે, પીએમ મોદીએ 9 વર્ષ આ રીતે યાદ કર્યા
દુર્ઘટનાની માહિતી મળતા જ વાયુસેનાના જવાનો, ટ્રેનિંગ સ્કૂલના અધિકારીઓ અને ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જે મેદાનમાં ઉતરાણ થયું હતું ત્યાં મોટી સંખ્યામાં લોકો નથી. આ પહેલા ગયા અઠવાડિયે શુક્રવારે વેનકુવર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ટેકઓફ બાદ તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર બોઇંગ 777 એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.