PM Modi Road Show : PM મોદીએ NEET પરીક્ષા માટે રોડ શોનું અંતર ઘટાડ્યું, સાંજે પ્રસિદ્ધ શિવ મંદિરની લેશે મુલાકાત

|

May 07, 2023 | 9:19 AM

Karnataka Election : PM મોદી આજે કર્ણાટકમાં રોડ શો કરશે. જો કે આજે તેમનો રોડ શો પહેલા કરતા નાનો હશે. આ પછી તેઓ બે રેલીઓને સંબોધિત કરશે. રેલી પછી પીએમ શિવ મંદિરના દર્શન કરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ સોમવારે શાંત થશે. આવતીકાલે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર સંપૂર્ણપણે બંધ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે હવે માત્ર એક જ દિવસનો મોકો બચ્યો છે. જે સમયગાળા દરમ્યાન મતદારોને આકર્ષિત કરવા અનેક પ્રયત્નો કરવા પાર્ટીઓ માટે જરૂરી બની ગયા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે કર્ણાટકમાં રોડ શો છે. આ તેમનો બીજો રોડ શો હશે જે સવારે 10.00 થી 11.30 સુધીનો રહેશે. PM મોદીએ આદેશ આપ્યો છે કે NEETની પરીક્ષાઓ હોવાથી આજનો કાર્યક્રમ ટૂંકો રાખવામાં આવે.

PMએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને ફાયદો

કર્ણાટક વિધાનસભા ચૂટણીને લઈ 10 મેના રોજ મતદાન થવાનું છે. PMએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને ફાયદો થયો છે. આ સિવાય કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળનો ઉલ્લેખ કરીને પોતાના માથા પર મુસીબત લીધી હતી. હવે ભાજપ પ્રચારમાં આક્રમક જોવા મળી રહ્યું છે જ્યારે કોંગ્રેસ રક્ષણાત્મક દેખાઈ રહી છે.

PM મોદીનો રોડ શો

પીએમ મોદીના રોડ શોનો સમય આજે ઘટાડી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીનો માત્ર દોઢ કલાકનો રોડ શો થશે. કહેવાય છે કે આજે NEETની પરીક્ષા હોવાથી PMએ પોતે આ નિર્ણય લીધો છે. PMએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે પરીક્ષાર્થીઓને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ રોડ શો માત્ર 6.1 કિલોમીટરનો હશે. કેમ્પેગોડા સ્ટેચ્યુ ન્યૂ ટિપ્પાસન્દ્રાથી શરૂ થઈને ટ્રિનિટી સર્કલ, એમજી રોડ સુધી જશે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

PM શિવના દર્શન કરશે

રોડ શો બાદ PM મોદી શિવમોગા ગ્રામીણમાં રેલી પણ કરવાના છે. PM 1.30 ક્લાક સુધીમાં અહીં પહોંચી જશે. અહીંથી PM બપોરે 3.30 વાગ્યે નંજનગુડ પહોંચશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધિત કરશે. રવિવારે સાંજે, વડા પ્રધાન નંજનગુડમાં કાંતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચાર રેલીઓ સાથે તેમના પ્રચારનો અંત કરશે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે શિવના દર્શન કરીને કર્ણાટક ચૂંટણી પ્રચારનું સમાપન કરશે.

આ પણ વાંચો : કોંગ્રેસ જૂની આદતો નહીં છોડે, તુષ્ટિકરણ અને ગાળોને ચૂંટણીનો મુદ્દો બનાવશે: PM મોદી

PM ચૂંટણી પ્રચારનું સમાપન કરશે

PM મોદીના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. જેમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. જ્યારથી PM મોદીએ કર્ણાટક ચૂંટણીમાં કાર્યભાર સંભાળ્યો છે. ત્યારથી ભાજપની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. આજે ચૂંટણી કાર્યક્રમ પૂરો કર્યા બાદ PM સાંજે 5 વાગે મૈસૂરના નંજનગુડુ ખાતે કાંતેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેશે. કાંતેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. પ્રસિદ્ધ શિવ મંદિર મૈસુરના ચામરાજનગર મતવિસ્તારમાં આવેલું છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:17 am, Sun, 7 May 23

Next Article